છેલ્લા બે દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ વચ્ચે ભારત અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવને બાદ સુરક્ષાને બાદ સુરક્ષાને ધ્યાને રાખી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રશિયામાં બનેવેલા 464 T-90 ટેન્ક ખરીદવાની મંજૂરી આપી હતી. આ ટેન્ક 13,500 કરોડની સંરક્ષણ સોદામાં રશિયામાં બનાવેલા T-90 ટેન્ક ભારતનો સોંપી હતી.. આ નવા સોદાથી ભારત પાકિસ્તાનના નજીકના વિસ્તારોમાં આ તોપોને તૈનાત કરી છે. ભારતીય સેનામાં સામેલ આ વિશેષ ટેન્ક T-90 સેનાની તાકાત છે.
જમીન પરનું કોઈ પણ યુદ્ધ ટેન્ક (રણગાડી) વગર નકામું છે. એમાંય રશિયા તો ટેન્કના સૌથી મોટા ઉત્પાદક દેશોમાં સ્થાન ધરાવે છે. રશિયા પાસે ટી-90 મેઈન બેટલ ટેન્ક (એમબીટી) છે. ભારત પણ રશિયાથી આયાત કરેલી આવી સેંકડો ટેન્ક વાપરે છે. જગતના સૌથી વધુ યુદ્ધો ખેલી ચૂકી હોય એવી ટેન્કમાં ટી-90નો સમાવેશ થાય છે. આ ટેન્કનું આધુનિક વર્ઝન T-72B3s તરીકે ઓળખાય છે. આ યુક્રેન સરહદે અંદાજે 750થી 1000 આવી ટેન્કો ખડકી દેવાઈ છે. યુદ્ધ ખતમ થાય ત્યારે ટેન્કો જ એવુ હથિયાર છે કે જેના કબજામાં દુશ્મનોની જમીન હોય છે.
આ વજનદાર ટેન્ક રેતી પર પણ ખુબ પ્રભાવ પાડી શકે છે. ભારતીય સેના સીધા યુદ્ધો માટે ઉપયોગમાં લેવા માટે નવા ટેન્કોના નિર્માણ પર પણ વિચાર કરી રહી છે. ભારતના આર્મર્ડ પલટનમાં મુખ્ય રૂપે ટી-90, ટી-72 અને અર્જુન ટેન્ક સામેલ છે.