મોદી સરકારે 700 કીમી દૂર બ્લાસ્ટ કરે તેવી મિસાઈલને આપી મંજૂરી

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

દેશ માટે તૈયાર શૌર્ય સ્ટ્રેટજિક મિસાઈલ

મોદી સરકાર દ્વારા 700 કીમી દૂર બ્લાસ્ટ થઈ શકે તેવી મિસાઈલને દેશની સેવા માટે અનુમતી આપી દેવામાં આવી છે. આ મિસાઈલને દેશની રક્ષા અને વિકાસ માટે તૈયાર કરવામાં આવી છે. અને 3 ઓક્ટોબરે ઓડિશાના બાલાસોરમાં આ મિસાઈલનું સફળ પરિક્ષણ પણ કરી દેવામાં આવ્યું છે.

1000 કિલો સુધીનો ભાર ઉઠાવા સક્ષમ

સૂત્રો દ્નારા એવી માહિતી સામે આવી છે. કે આ મિસાઈલ 1 હજાર કિલો સુધીનો ભાર ઉઠાવા માટે સક્ષમ છે. અને 2.4 સેકન્ડમાંજ આ મિસાઈલ 50 કિમી સુધીની ઉચાઈ પર તેના ટાર્ગેટ સુધી પહોચવા પણ સક્ષમ છે. મહત્વનું છે કે સરહદ પર હાલ ચીન અને ભારત વચ્ચે તે તણાવ ચાલી રહ્યો છે. તેવા સમયે સરકાર દ્વારા આ મિસાઈલને મંજૂરી આપી દેવામાં આવી છે.

160 કિલો જેટલો વિસ્ફોટક પદાર્થ મિસાઈલમાં ભરી શકાશે

શૌર્ય સ્ટ્રેટજિક મિસાઈલમાં 160 કિલોગ્રામ જેટલો વિસ્ફોટક પદાર્થ ભરી શકાશે. અને આ મિસાઈવને હવે એવા સ્થળો પર મુકવામાં આવશે. જ્યાથી દુશ્મન પર જલ્દીથી વાર કરી શકાય. જેથી પાકિસ્તાન અને ચીને હવે ભારતથી ચેતી જવાની જરૂર છે.

પરિમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ

વિશ્વના તમામ દેશો હવે પરમાણું હથિયાર પર કામ કરી રહ્યા છે. ત્યારે શોર્ય સ્ટ્રેટજિક મિસાઈલ પણ પરમાણું હથિયાર તેની સાથે લઈ જવામા સક્ષમ છે. અને આ મિસાઈલે દુનિયાની ટોપ ટેન મિસાઈલમાં સ્થાન મેળવી લીધું છે.

10 મીટર લાંબી છે શૌર્ય સ્ટ્રેટજિક મિસાઈલ

આ મિસાઈલ 10 મીટર લાંબી છે અને તેનો વ્યાસ 74 સેમી જેટલો છે. જેના કારણે મિસાઈલનું વજન પણ 6.2 ટન જેટલું છે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જ્યારે મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું. ત્યારે મિસાઈલ દ્રારા સારુ પ્રદર્શન આપવામાં આવ્યું હતું.

દુશ્મનની નજર ન પડે ત્યા મુકવામાં આવશે

સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી છે. કે આ મિસાઈલને દુશ્મનના ધ્યાનમાં ન આવે તેવી જગ્યાઓ પર મુકવામાં આવશે. જોકે આ મિસાઈલને ટ્રક દ્વારા અન્ય સ્થળો પર ખસેડી શકાશે. જેથી દુશ્મન સેટેલાઈટ ઈમેજ દ્વારા પણ આ મિસાઈલ ક્યા છે. તેની જાણકારી નહી મળેવી શકે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here