નવજાત બાળકને માતા કૂતરાના બચ્ચા સાથે મૂકીને ભાગી ગઇ, કુતરાએ પોતાનું બાળક સમજીને ઉછેર્યું

મા શબ્દ પોતે પવિત્ર શબ્દ ગણાય છે. ભગવાનુ બીજુ રુપ મા ને કહેવામા આવે છે. કહેવાય છે કે એક મહીલા પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે તે મોત સાથે લડીને પાછી આવે છે. ઘણા દર્દ પછી તેને બાળકના જન્મની ખુશી મળે છે.

એક મા માટે તેનુ બાળક ઘોળુ હોય, કાળુ હોય કે પછી ભલે અપાહીજ પણ કેમ ન હોય, છોકરી હોય કે છોકરો હોય. તેની માટે તેનુ બાળક બઘાથી વહાલુ હોય છે. હર રોજ છાપામાં વાંચવા મળે છે કે શહેરની છોકરી એ કઈક કરીને બતાવ્યું, પેલા શહેરની દીકરી IAS બની, અહીયાની છોકરી જજ બની. દરેક ક્ષેત્રમા છોકરીઓ આગળ છે, એટલુ જ નહી સરકાર પણ છોકરીયો માટે ઘણી બઘી યોજના ચલાવી રહી છે. તો પણ એવી ઘટના બની રહી છે. જેથી માનવતાને તારતાર કરી નાંખે છે.

શુ છે મામલો

તમને જણાવી દઈએ કે આ મામલો છતીશગઢ રાજ્ય ના મુંગેલી જીલ્લા નો છે . જ્યા થી માનવતા ને ખતમ કરી નાખે તેવી તસ્વીર સામે આવી છે. એક દિવસ ની નવજાત બાળકી કુતરાઓની વચ્ચે કપડા વગર આખી રાત પડી રહી હતી.

તેની માતાએ તે બાળકીને રાતના સમયે ગલુડીયાઓની વચ્ચે મુકી જતી રહી હતી. પરંતુ તે બાળકીને કુતરાઓએ કંઈ કર્યુ ન હતુ અને એક કૂતરીએ રાતભર તે બાળકીને પોતાનુ બાળક સમજીને રાખ્યુ અને દૂઘ પીવડાવતી રહી . તે મા કરતા આ જાનવર મા એ માનવતા દેખાડી હતી.

સામાન્ય રીતે કુતરાઓમાં સુંધવાની શક્તિ ઘણી તેજ હોય છે. તે સુંઘી ને જાણી ગઇ હશે અને તેણે બાળકી સાથે કઈ કર્યુ ન હતુ. કુતરાઓ તે બાળકી સાથે કઈ પણ કરી શકતા હતા . તેને મારી પણ શકતા હતા. તેને ખાઈ પણ શકતા હતા. પરંતુ તેમણે એવુ કઈ કર્યુ ન હતુ. સવાર થતા જ ગામના અમુક લોકોની નજર તે બાળકી પર પડી. ગામના લોકાએ તરતજ પોલીસ ને જાણ કરી હતી.

ઘટના સ્થળે પહોચી પોલીસ

નવજાત બાળકીની જાણ થતા જ લોરમી પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ તે નવજાત શિશુને લઈને તરતજ લોરમી માતૃ શિશુ હોસ્પીટલ પહોચી ગઇ હતી. પછી તે નવજાત બાળકીની પ્રાથમિક સારવાર કરી હતી.

જે બાદ તેને ચાઈલ્ડ કેર મુંગેલીમાં રીફર કરવામાં આવ્યુ હતુ. તે બાળકીના શરીર પર કપડા પણ ન હતા. બાળકી આખી રાત ગલુડીયા સાથે પડી રહી હતી. કુતરાઓએ બાળકીને કંઈ કર્યુ નહી. પરંતુ તેને આખી રાત સુરક્ષિત રાખી. હાલ આ મામલાની તપાસ ચાલુ છે. અત્યાર સુઘી આ મામલામાં કોઈ પણ વ્યક્તિ વિરુઘ્ઘ કાર્યવાહી કરી નથી. હાલ તપાસ ચાલુ છે, પછી ફરીયાદ દાખલ થશે .

Scroll to Top