ગત ઓલંપિક્સમાં ચીનનું પ્રદર્શન ખુબજ સારુ રહ્યું. ચીનનાં એથલીટ્સે કૂલ 70 મેડલ જીત્યા અને મેડલ જીતવાની શ્રેણીમાં ચીન ત્રીજા નંબરનો દેશ રહ્યો. આ મેડલ્સને જીતવા પાછળ ચીનની કડક મહેનત છે પણ આ મહેનત કંઇક અંશે ક્રુર પણ સાબિત થઇ જાય છે.
બાળકોનું બાળપણ છીનવીને તેમને મેડલ મેળવવાની આંધળી દોટમાં ખુબજ ક્રુર ટ્રેનિંગ આપવામાં આવે છે.
ચીનનાં ફૂજિયાનનાં શિયામેનમાં કડક ટ્રેનિંગ, વેટ લિફ્ટિંગ સેશનમાં ભાગ લેતા સમયની બાળકની તસવીર
જિમનાસ્ટિકની ટ્રેનિંગ દરમિયાન એક કોચ બાળકીનાં આંસૂ નજર આવે છે.
આ ટ્રેનિંગ દરમિયાન બાળકો ભારે દર્દમાંથી પસાર થાય છે.
ચીનમાં ચેમ્પિયન એથેલીટ્સ તૈયાર કરવા માટે નાની ઉંમરે જ બાળકોને કડક ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દેવામાં આવે છે.
image credit: Reuters