માતા-પિતાએ 6 વર્ષની બાળકી સાથે એવું કર્યું કે, તમે વિચાર પણ ના કરી શકો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઉત્તરપ્રદેશના કાનપુરથી ગયા વર્ષે એક હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી હતી. જ્યાં આરોપીએ ગેંગરેપ બાદ 6 વર્ષની બાળકીની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ રાક્ષસોની જેમ હૈવાનોએ નિર્દોષના શરીરના ઘણા ટુકડા પણ કરી નાખ્યા હતા અને તેનું કાળજું બહાર કાઢીને નાખ્યું હતું. હવે આ કેસમાં પોલીસે હત્યારાઓ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ લગાવ્યો છે. આ ભયાનક ઘટના 14 નવેમ્બરના રોજ દિવાળીની રાત્રે ઘટી હતી.

તેમાંથી બે આરોપીઓએ એક બાળકીની હત્યા પણ કરી હતી અને તેનું હૃદય બહાર કાઢી દીધું હતું અને નિ:સંતાન દંપતીને આપી દીધું હતું. જયારે આ દંપતીએ આ હૃદયને રોટલીની જેમ ખાધું પણ હતું. જ્યારે આ ઘટના કાનપુરના ઘાટમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાંથી સામે આવી છે. જ્યાં 6 વર્ષની બાળકી અચાનક ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી.

તેના પરિવારના વ્યક્તિઓ તેને શોધતા રહી ગયા હતા. પરંતુ તે ક્યાંય મળી નહોતી. ત્યાર બાદ બીજા દિવસે બાળકીનો મૃતદેહ ખેતરમાં આવેલા એક મંદિરની નજીકમાં વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. જેમાં ફેફસાં, હૃદય અને યકૃત કાઢી લેવામાં હતા. જયારે પગ પર લાલ રંગાયેલો જોવા મળ્યો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, બંને આરોપી અંકુલ અને વિરેન પડોશમાં રહેનાર આ બાળકીને વેફર્સ આપવાની લાલચ આપીને નિર્જન જગ્યા પણ લઈ ગયા હતા.

ત્યાર બાદ બંનેએ પહેલા દારૂ પીધો હતો અને ત્યારબાદ માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મોતને ઘાટ ઉતારી નાખી હતી. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે ખબર પડી કે અંકુલ અને વીરેનને કાનપુરના રહેવાસી પરશુરામ અને તેમની પત્ની સુનૈના દ્વારા મોકલવામાં આવ્યા હતા. લગ્નના 21 વર્ષ બાદ પણ બંનેને કોઈ સંતાન નહોતું થયું. જેના કારણે બંને તણાવમાં રહેવા લાગ્યા હતા. તે બાળકો માટે મેલીવિદ્યા અને ગુપ્ત જાદુ કરી રહ્યા હતા. પરશુરામરામ આ જાદુગરીમાં આવીને આ ઘટનાને અંજામ અપાયો હતો.

જ્યારે આરોપી પરશુરામ કાળા જાદુની બુક પણ લાવ્યો હતો. જેમાં બાળક મેળવવાની પધ્ધતિ લખેલી હતી. પુસ્તકમાં જણાવવામાં આવ્યું હતું કે, દિવાળીની રાત્રે બાળકીનું હૃદય ખાવાથી તેની પત્નીને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. તેના માટે તેણે તેના ભત્રીજા અંકુલને પૈસાની લાલચ આપીને આ ઘટનાને અંજામ અપાઈ હતી. જેમાં વિરેન નામના છોકરાએ પણ સાથ આપ્યો હતો

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો