પોલીસ કર્મીની વ્હારે આવ્યા પોલીસ કર્મીઓ… પેરાલીસીસ થતા કરી 4 લાખ રૂપિયાની મદદ

Ahmedabad police

કહેવાય છેને કાયમ કોઇપણ મુશ્કેલીમાં જનતાની સુરક્ષામાં ખડેપગે ઉભા રહેવા પોલીસ હંમેશા તૈયાર હોય છે. એ પછી મારામારી હોય, લૂટફાટની ઘટના હોય કે જીવલેણ કોરોના હોય..તમામ મુશ્કેલીઓમા પોલીસ તેમની ફરજ બજવે છે. પણ જ્યારે પોલીસ જ મુશ્કેલીમાં હોય તો તેમની વ્હારે કોણ આવે… તો જણાવી દઇએ કે પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીનું સ્વાસ્થ્ય ખરાબ થતા પેરાલીસીસ થઇ ગયો હતો. જે બાદ અમદાવાદ શહેર ઝોન-4 ડીસીપીએ પોલીસ કર્મચારીની સહાય કરી હતી.

અમદાવાદ શહેર પોલીસ ખાતે ઝોન -૪ ના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી પેરાલીસીસનો ભોગ બનતા ચારે બાજુથી આવેલ આફતમાં અમદાવાદ શહેરના ઝોન -૪ ડીસીપીની સહાયથી પોલીસ કર્મચારીઓએ ફાળો એકત્ર કરી રૂ ૪ લાખની સહાય પૂરી પાડી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જોઇ શકાય છે કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિત ડીસીપી પણ કર્મચારીના ઘરે ગયા હતા. જ્યાં તેઓએ પોલીસ કર્મીની ખબર અંતર પૂછ્યા અને 4 રૂપિયાની મદદ કરી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો