મુંબઈમાં 12 એપ્રિલ સુધી બંધ રહેશે ખાનગી રસીકરણ કેન્દ્ર

મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ ખૂબ જ ભયાનક છે. એકલા મહારાષ્ટ્રથી દેશના અડધાથી વધુ સંક્રમિત કેસ સામે આવી રહ્યા છે. જ્યારે ઘણા રાજ્યોથી કોરોનાની વેક્સીનની ઉણપનીઓ ફરિયાદો સામે આવી રહી છે. મુંબઈમાં ઘણી જગ્યાઓ પર વેક્સીનેશન કેન્દ્રો પર રસીકરણનું કામ રોકવામાં આવ્યું છે.

જ્યારે મુંબઈ નગર પાલિકાએ જાણકારી આપી છે કે, તેમના ક્ષેત્રના તમામ ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્ર 12 એપ્રિલ સુધી બંધ રહેશે. શુક્રવારના બીએમસીએ આ વાતની જાણકારી આપી છે. તેમ છતાં સરકારી અને નગરપાલિકા હોસ્પિટલમાં વેક્સીનેશન ડ્રાઈવ ચાલુ રાખશે. જ્યારે વિકેન્ડ લોકડાઉનના કારણે સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.

નગરપાલિકાએ જાણકારી આપી છે કે, વેક્સીન લગાવવા માટે લોકોને યાત્રાની પરવાનગી આપવામાં આવી છે. શનિવારના વેક્સીનેશનનો સમય બપોરે ૧૨ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રહેશે. જ્યારે રવિવારના વેક્સીનેશનનો સમય સવારના નવ વાગ્યાથી સાંજ પાંચ વાગ્યા સુધી રહેશે.

બીએમસીએ મુંબઈના લોકોને સંબોધિત કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારથી વેક્સીનની મંજૂરી ના મળ્યા બાદ કેટલાક વેક્સીનેશન કેન્દ્રો પર રસીકરણમાં અભાવ જોવા મળ્યો છે પરંતુ બધા કેન્દ્રો પર જલ્દી જ કોરોનાની વેક્સીન સપ્લાઈ પૂરી પાડવામાં આવશે અને ફરીથી રસીકરણ શરુ થઈ જશે. બીએમસીએ જણાવ્યું છે કે, આ અસુવિધા બદલ દિલગીર છીએ અને અમે તમને અપડેટ કરતા રહીશું.

Scroll to Top