સોશિયલ મીડિયા પર ઘણીવાર કૂતરાઓના વીડિયો ખૂબ વાયરલ થઈ જાય છે. આજે પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં. ખરેખમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા ગલુડિયાઓ કૂતરા પર ભસતા હોય છે અને તેને લલકારતા હોય છે, પરંતુ કૂતરો એક વખત ભસતા જ તમામ ગલુડિયાઓ ડરી જાય છે અને બિલમાં સંતાઈ જાય છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ વીડિયો જોઈને લોકો હસી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર હંમેશા કોઈને કોઈ વીડિયો વાયરલ થતા રહે છે. આજે પણ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો પોતાના હાસ્ય પર કાબુ રાખી શકતા નથી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સાથે અનેક ગલુડિયાઓ કૂતરા પર ભસતા હોય છે, ત્યારે જ કૂતરો જોરથી ભસતો હોય છે, જેનાથી બધા ગલુડિયાઓ ડરી જાય છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
That’s the “terror” of Indian Parents! 😅 pic.twitter.com/v08Qr4oP4G
— Dipanshu Kabra (@ipskabra) August 16, 2022
આ વાયરલ વીડિયો દિપાંશુ કાબરાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું- ખરેખર ઘરના પેરેન્ટ્સ આવા હોય છે. બીજી તરફ અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે આ બાળકો કેટલા ક્યૂટ છે.