બાઈક આજ કાલ લગભગ લગભગ દરેક ઘર-ઘરમાં થઈ ગયા,જેમાં બાઈક બઝારમાં દર અઠવાડિયે નવા નવા બાઈક આવતા રહેતા હોય છે, જેની સાથે દુનિયાના બાઈક સવારો પણ બાઈક અલગ અલગ બદલાતા રહેતા હોય છે પરંતુ એક બાઈક છે જેને હજુ પણ લોકો અલગ શોખ, ઝનૂન અને પેશન છે, જેની જોડ આ બાઈક હોઈ એની પર્સનાલિટી અલગ થઈ થાય.
અમે વાત કરી રહ્યા છે ભારતનું સૌથી વધુ પોપ્યુલર બાઈક એટલે રોયલ એનફિલ્ડ ની જેને બુલેટ પણ કેહવાય છે,રોયલ એનફિલ્ડ કેમની બની દુનિયામાં પોપ્યુલર તે વિશે કહેવું હોય તો ભારતમાં બે-વ્હીલર વાહનોની મોટી માંગ છે અને ત્યાં કેટલીક બ્રાન્ડ્સ છે જેમના લોકો છ મહિના સુધી બાઇક ખરીદવા માટે રાહ જુએ છે. એક વખત માં જ્યારે કંપની બંધ થવાની ધાર પર હતી , ત્યારે આ કંપની આ વ્યક્તિ એ પ્રખ્યાત કરી દીધી હતી.આયસર મોટર્સ ના સીઇઓ સિદ્ધાર્થ લાલ એ એવું કરી ને બતાવ્યું કે જે આજના સ્પર્ધાત્મક જમાના માં લગભગ નામૂંમકીન છે.આઇશેર મોટર્સના આ ફ્લેગશિપ બ્રાંડે ઇટાલીના મિલાન ખાતે યોજાયેલા ઑટો એક્સ્પો -2017 માં 650 સીસી બાઇકો દર્શાવી છે. આજે આ બ્રાન્ડ માત્ર ભારત માં જ નહીં પરંતુ વિદેશ માં પણ તેમનો ઝંડો ફરકાવે છે.
રોયલ એન્ફિલ્ડ આજે ભારતમાં સૌથી વધુ પસંદ કરાયેલ બાઇક બ્રાન્ડ છે, અને ભારત માં જ નહીં પરંતુ અમેરિકા અને યુરોપ માં પણ તેની બાઇકની માંગ વધુ છે. આજે એમની બાઇક જેટલી સફળ છે એટલાજ સંકટ માં 17 વર્ષ પહેલા હતી. રોયલ એનફીલ્ડ અને આઇસર મોટર્સ ની સફળતા નું શું મહત્વ છે , એ તમે આ ઉદાહરણ થી સમજી શકો છો.જો તમે 2001 માં રોયલ એન્ફિલ્ડ ખરીદવા માટે 55000 ખર્ચ્યા હતા, તો તમારી પાસે જૂની બુલેટ બાઇક હશે, પરંતુ જો તમે 55,000 ઇશેર મોટર્સમાં રોકાણ કર્યું હોત, તો આજે તેમની કિંમત સાડા ત્રણ કરોડ થઈ જતી.આ વિશાળ સફળતા માટેનું શ્રેય સિદ્ધાર્થ લાલ તરફ જાય છે, જેમને એક સ્પેશ્યલ દેખાવ વાડી એનફીલ્ડ ને આજે બધાની ખ્વાહિશ બનાવી દીધી છે. 2004 માં સિદ્ધાર્થ જે ને ગ્રેજ્યુએટે કરી ને આયશર મોટર્સ ને જોઈન કર્યું ત્યાં સુધી આયશર મોટર્ષ લગભગ પંદર પ્રકાર ના બિઝનેશ માં હતાં.
જેમાં ટ્રક, ટ્રેક્ટર , મોટરસાયકલ, ફૂટવેર ના જોડે જ ગારમેન્ટ ના ઉદ્યોગ માં હતા, પરંતુ કોઈ માં પણ માર્કેટ ના ડીલર નતા. બાઇક ના શોખ ના કારણે સિદ્ધાર્થ રોયલ એનફીલ્ડ માં ખુબજ દિલચસ્પી બતાવી, અને એને નંબર વન બ્રાન્ડ બનાવવા માટે ખુબજ મહેનત કરવા લાગ્યો.પરિણામે, તેમણે તેમના જૂથના અન્ય તમામ વ્યવસાયોને વિવિધ કંપનીઓમાં વેચવાનો નિર્ણય કર્યો અને ટ્રક અને રોયલ એન્ફિલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, કારણ કે તેમને લાગ્યું કે ટ્રક અને રોયલ એન્ફિલ્ડના નિર્માણમાં આઇશેર મોટર્સ નંબર વન બની શકે છે. સિદ્ધાર્થ માને છે કે, સામાન્ય વિકાસની જગ્યાએ, 10 વ્યવસાયિક સફળતાઓને જનરેટ કરવાને બદલે, કોઈ એક કે બે ક્ષેત્રોમાં બજાર લીડર બનવું વધુ યોગ્ય છે.બજાર સંશોધન અને બિઝનેસ વ્યૂહરચના ની બાજુ સિદ્ધાર્થ એ ટ્રક અને મોટરસાયકલ ના ધંધા માં લાગી ગયા. અને આજે લગભગ એક શતક પછી આયશર મોટર્સ એ 9000 કરોડ નું ટર્નઓવર ભેગું કર્યું અને 1000 કરોડ નો ચોખ્ખો નફો મળ્યો, એમાંથી લગભગ 80 ટકા ભાગ રોયલ એંફિલન્ડ ના વેચાણ થી આવે છે.2005 માં, કંપની આખાં વર્ષમાં માત્ર 25,000 બાઇક વેચી રહી હતી. સૌથી પહેલા એમને માર્કેટ માં સંશોધન કર્યું, અને એમના ચેન્નઈ માં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ની ક્ષમતા અને ટેકનોલોજી ના રુપ માં સક્ષમ બનાવ્યું. જેમાં આજે લગભગ છ લાખ બાઇક એક વર્ષ માં બને છે.
સિદ્ધાર્થે એક બાઇક સંસ્કૃતિ સાથે જોડી હતી જે રોયલ એન્ફીલ્ડને મધ્યમાં મૂકીને બનાવવામાં આવી હતી અને લોકોને બાઇકની વિશેષતા અને વિવિધ અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ કરી હતી. સિદ્ધાર્થ એ જાતે હજારો કિલોમીટર રોયલ એનફીલ્ડ ચલાવીને વ્યક્તિવ અનુભવ મેળવ્યો. જેના કારણે ગ્રાહકની સમસ્યાઓ સમજવામાં તેમને સરળતા મળી.સિધ્ધાર્થ લાલ ના નેતૃત્વ માં રોયલ એનફિલ્ડ ને નવી ઉંચાઈ સુધી પોહચાડી દીધી છે. આજે કલાસીક , હિમાલય અને થડરબૂર્ડ વેરાયટી થી બાઇક નું વેચાણ છ લાખ થી વધારે છે. અને એમના ગ્રાહક તેને ખરીદવા માટે છ મહિના સુધી રાહ જોવે છે.આક્રમક માર્કેટીંગ વ્યૂહરચનાઓ અને ઉચ્ચ ગુણવત્તાની સાથે, ગ્રાહકો સાથે વ્યાવસાયિક સંબંધોએ કારણે રોયલ એન્ફિલ્ડ બ્રાન્ડને નવી ઊંચાઈ આપી. સિદ્ધાર્થ લાલ એ એમની ટીમ માં ટોચ ના અધિકારીઓ ને રાખ્યા છે, અને ઉચ્ચ કાર્ય સિદ્ધાંતોને સર્વશ્રેષ્ઠ રાખ્યા . તે જ સમયે, તેઓ બજાર પર નજર રાખતા હોય છે અને વૈશ્વિક બ્રાન્ડ્સમાંથી નવું શીખવાનો પ્રયાસ કરે છે અને તેમના સમકક્ષને ઉભા રહેવાની કોશિશ છે. એક મોટરસાયકલ બ્રાન્ડ ને એક બાઇક બનાવવા માટે સિદ્ધાર્થ એ ખુબજ મહેનત કરી અને એમના લક્ષ ની તરફ આગળ વધતા રહ્યા. એના માટે તેમને પોતાની કંપની ના કેટલાક ધંધા ને પણ વેચવાનો રિક્સ પણ લીધો, અને કંપની ની પ્રોડક્ટ ને જાતે જોઈ ને એમની પ્રોડક્ટ ને યુનિક બનાવમાં કોઈ કસર ના છોડી.
બુલેટ ના શોખીનો કેમ કરે છે આ બાઈકને પ્રેમ,મેં તો ઘણા એવા પણ જોયેલા છે,જે પોતાની બાઇકને પણ પોતાની રાણી માનતા હોય, અને એટલો ખર્ચો પણ આ બાઈક પાછળ કરે.આજે દરેક યંગસ્ટર્સને બાઈક રાઈડ કરવા દિલ્હીથી લેહ-લદાખ જવું છે, અને એ પણ બુલેટ લઈને જ..
તમે પણ લાવી દ્યો એક રોયલ એનફિલ્ડ