તમે જોયું હશે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળાઓ અને કોલેજોમાં મહાન લોકોના ચિત્રો મુકવામાં આવે છે. ખાસ કરીને જ્યારે તમે વિજ્ઞાન પ્રયોગશાળા અથવા વર્ગખંડની અંદર જશો, ત્યારે તમને ત્યાં ચોક્કસપણે કંઈક આવું જોવા મળશે. પરંતુ જો કોઈ શાળા વૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ્સની વચ્ચે અભિનેતાનો ફોટો મૂકે તો? સાંભળવામાં અજીબ લાગશે. પણ આ સોળ આના સાચું છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેના વિશે નેટીઝન્સ વિવિધ વાતો કરી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યાં આ વિચિત્ર ઘટના બની તે સ્કૂલ પંજાબની છે.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી ક્લિપમાં તમે જોઈ શકો છો કે સાયન્સ ક્લાસ ચાલી રહ્યો છે, જ્યાં કેટલાક બાળકો પ્રેક્ટિકલ કરતા જોવા મળે છે. વર્ગખંડની દિવાલો ફોટોગ્રાફ્સથી ભરેલી છે, જે વૈજ્ઞાનિકોના હોવાનું જણાય છે. આમાં તમને નિકોલા ટોસલા, આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોની તસવીરો જોવા મળશે. પરંતુ રસપ્રદ વાત એ છે કે આ તસવીરો વચ્ચે એક અન્ય તસવીર પણ છે, જે કોઈ વૈજ્ઞાનિકની નહીં પરંતુ એક અભિનેતાની છે. હવે તે શાળાની ભૂલ હતી કે કંઈક, અમને ખબર નથી. પરંતુ આ વીડિયો જોઈને લોકોને ચોક્કસ મજા આવી રહી છે.
અભિનેતાના ચિત્ર સાથે શું જોડાણ છે?
Breaking Bad’s Bryan Cranston mistaken for Werner Heisenberg, the scientist who discovered uncertainty principle. These images seem to have been distributed to many schools in India. There was one from AP earlier and this one is apparently from Punjab. pic.twitter.com/RHKs85VLFr
— Shilpa (@shilpakannan) August 8, 2022
વીડિયોના અંતમાં ફ્રેન્ચ દાઢી અને વાળ વગરના વ્યક્તિની તસવીર વાસ્તવમાં એક્ટર બ્રાયન ક્રેન્સટનની છે, જે અમેરિકન વેબ સિરીઝ ‘બ્રેકિંગ બેડ’નું મુખ્ય પાત્ર ‘વોલ્ટર વ્હાઇટ’ ભજવે છે. આ વેબ સિરીઝમાં તે ડ્રગ પેડલરની ભૂમિકા ભજવી રહ્યો છે, જેનું માદક પદાર્થ અમેરિકા અને મેક્સિકોમાં ખૂબ પ્રખ્યાત છે. આ પછી તે પોતાને ‘હેઈઝનબર્ગ’ સમજવા લાગે છે, જે એક જર્મન વૈજ્ઞાનિકનું નામ છે. સ્કૂલના લોકોએ જર્મન વિજ્ઞાની વર્નર કાર્લ હાઈઝનબર્ગનો ફોટો મૂકવો જોઈતો હતો, પણ કદાચ ભૂલથી ફિલ્મી પાત્ર મૂકી દીધું.
આ વીડિયો સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ ગયો છે.શિલ્પા નામના યૂઝરે ટ્વિટર પર આ વીડિયો શેર કરીને પંજાબનો હોવાનું જણાવ્યું છે. માત્ર 12 સેકન્ડની આ ક્લિપને અત્યાર સુધીમાં 13 લાખ વખત જોવામાં આવી છે. તે જ સમયે, વીડિયો જોયા અને સમજ્યા પછી, લોકોએ કોમેન્ટ્સનો ધમધમાટ કર્યો છે.