મૃત્યુ નું સરળ રહસ્ય,જાણો ક્યારે અને કેવીરીતે થશે તમારું મૃત્યુ.

ધર્મ શાસ્ત્ર કહે છે, જેને સત્ય ને જાણી લીધું તેને મરવાથી કોઈ દિવસ ડર નથી લાગતો, પરંતુ જેને જન્મ લીધો, તેનું મૃત્યુ અવશ્ય નક્કી છે.જો મૃત્યુ ના વિષય માં જ્ઞાન હોય એ અત્યંત દુર્લભ છે. પરંતુ થોડીક એવી દિવ્ય આત્માઓ હોય છે જેને મૃત્યુ ની ખબર મોત પહેલાજ થઈ જાય છે.

કે તેનું મૃત્યુ ક્યારે અને કેવિરીતે થવાનું છે. જાણો મૃત્યુ નું અનસુલજા રહષ્ય.શાસ્ત્રો માં બાલારિષ્ટ,અલ્પ મધ્ય,દીર્ઘ,દિવ્ય,અને અમિત આ સાત પ્રકાર ના મૃત્યુ વીશે બતાવામાં આવ્યું છે. મનુષ્ય ની સાત પ્રકાર થી થવા વાળી મૃત્યુ ના શાસ્ત્રો માં ઉલ્લેખિત રહશ્ય અનુસાર.જે પ્રાણી એ માતા ના ગર્ભમાંથી જન્મ લીધો છે એ બધા ની મૃત્યુ પણ ભગવાન જન્મ સાથેજ નક્કી કરીદે છે.આવી રીતે થાય છે મૃત્યુ.

1 બાલારિષ્ટ મૃત્યુ.

જન્મ થી લઈ ને 8 વર્ષ ના આયુષ્ય માં થવા વાળી મૃત્યુ ને બાલારિષ્ટ મૃત્યુ કહેવામાં આવે છે. જેની જનમ કુંડલી માં લગ્ન ના 6, 8 ,12 ના સ્થાન માં પાપગ્રહો થી યુક્તિ ચંદ્રમા હોય તો વ્યક્તિ ની મૃત્યુ બાળઅવસ્થામાં અથવા બાલારિષ્ટ મૃત્યુ હોય છે. એના શિવાય ચંદ્ર ગ્રહણ, કે સૂર્ય ગ્રહણ નો સમય હોય, સૂર્ય,ચંદ્ર,રાહુ,એકજ રાશિ માં હોય અથવા લગ્ન માં ક્રૂર ગ્રહો શનિ-મંગળ ની છાયા હોય તો બાળક ની સાથે માતા ની મૃત્યુ નો દુર્યોગ પણ બને છે.લગ્નથી છઠ્ઠા ભાવમાં ચંદ્રમા, લગ્નમાં શનિ અને સપ્તમ માં મંગળ હોય તો બાળક ના પિતા ની મૃત્યુ થાય છે.અથવા તેમને મૃત્યુ નું કષ્ટ થાય છે.

2 યોગારિષ્ટ મૃત્યુ.

આઠ વર્ષ ની આયુષ્ય થી લઈ ને 20 વર્ષ ની વચ્ચે થવા વાળી મૃત્યુ ને યોગારિષ્ટ મૃત્યુ કહેવામાં આવે છે. જ્યારે અષ્ટમ ભાવ શનિ, મંગળ જેવા ક્રૂર ગ્રહો થી દૂષિત થઈ ને લગ્ન માં બેઠેલા વિપરીત ગ્રહ વક્રી હોય ત્યારે યોગારિષ્ટ મૃત્યુ થાય છે. અમાવશ થી પહેલા ની ચતુર્દશી, અમાવશ અને અષ્ટમી એ આ યોગ પૂર્ણ પ્રભાવ માં રહે છે. જે બાળકોના માતા પિતા કુકર્મો માં લિપ્ત રહે છે, તેમના બાળકો ની મૃત્યુ પણ યોગારિષ્ટ હોય છે.

3 અલ્પાયું મૃત્યુ.

જેનું મૃત્યુ 20 થી 32 વર્ષ ની આયુષ્ય માં હોય છે તેને અલ્પાયું મૃત્યુ કહે છે. વૃષભ, તુલા, મકર, અને કુંભ લગ્ન વાળા જાતક અલ્પાયું હોય છે. પરંતુ આ લગ્ન વાળા જાતક ની કુંડલી માં જો બીજો કોઈ શુભ ગ્રહ હોય અને સૂર્ય મજબૂત સ્થિતિ માં હોય તો આ યોગ નો પ્રભાવ નથી રહેતો. જો લગ્નેશ ચર-મેષ, તુલા, કન્યા, ધનું, મીન રાશિ માં હોય તો અલ્પાયું યોગ હોય છે. જો જન્મ લગ્નેશ સૂર્ય નો શત્રુ હોય તો જાતક અલ્પાયું હોય છે. આજ રીતે જો શનિ અને ચંદ્રમાં બન્ને સ્થિત રાશિ માં હોય અથવા એક ચર્ચ અને બીજો દ્વિસ્વભાવ માં હોય તો વ્યક્તિ ની મૃત્યુ 20 થી 32 ના આયુષ્ય માં મધ્ય હોય છે.

4 મધ્યાયું મૃત્યુ

32 વર્ષ થી લઈ ને 64 વર્ષ સુધી ની આયુષ્ય માં થવા વાળા મોત ને મધ્યાયું મૃત્યુ કહે છે. જો લગ્નેશ સૂર્ય નો સમ ગ્રહ બુધ હોય અથવા મિથુન, કે કન્યા લગ્ન વાળા ની પ્રાય: મધ્યમ આયુષ્ય હોય છે. જો શનિ અને ચંદ્ર બન્ને ની દ્વિસ્વભાવ રાશિ માં હોય અથવા એક ચર અથવા બીજા સ્થિર રાશિ માં હોય તો એવા લોકો ની મધ્યાયું આયુષ્ય માં મોત થાય છે. વધારે મધ્યાયું યોગ વાળા જાતકો ની મૃત્યુ જન્મ સ્થાન થી બહુજ દૂર હોય છે.

5  દીર્ઘાયુ યોગ મૃત્યુ.

જો કોઈ ની મૃત્યુ 64 થી વધારે 120 વર્ષ ની આયુષ્ય સુધી થાય છે તો એ મૃત્યુ ને દીર્ઘાયુ યોગ મૃત્યુ કહે છે. જો જન્મ લગ્નેશ સૂર્ય નો મિત્ર હોય તો વ્યક્તિ ને પુર્ન આયુષ્ય પ્રાપ્ય થાય છે. લગ્નેશ કેન્દ્ર માં ગુરુ, શુક્ર ની સાથે હોય અથવા તેની દ્રષ્ટિ હોય તો જાતક પૂર્ણ આયુષ્ય નો ભોગ કરે છે. આ જાતકો ને જીવન ના અંતિમ સમય સુધી શિવ અને વિષ્ણુ ની ઉપાસના કરવી જોઈએ.

6  દિવ્યાયું યોગ.

ઉપરોક્ત પાંચ પ્રકાર ના આયુષ્ય મૃત્યુ યોગ ના પછી આવે છે દિવ્યાયું યોગ.વસ્તુત આ યોગ આયુષ્ય થી જોડેલો નથી, પરંતુ આ કહે છે કે વ્યક્તિ નું જીવન કેવું હોય છે. જો શુભ ગ્રહ બુદ્ધ, બૃહસ્પતિ, શુક્ર, ચંદ્ર કેન્દ્ર, અને ત્રિકોણ માં હોય અને બધાં પાપ ગ્રહ 3,6,11, એ સ્થાન માં હોય તથા અષ્ટમ ભાવ માં શુભગ્રહ કે શુભ રાશિ હોય તો વ્યક્તિ ના જીવન માં દિવ્ય આયુષ્ય નો યોગ બને છે. આવો જાતક યજ્ઞ,જાપ, અનુસ્થાન,કે કાયાકલ્પ ક્રિયાઓ દ્વારા હજારો વર્ષો સુધી જીવિત રહી શકે છે. પરંતુ આવું આયુષ્ય તપોનિષ્ઠ ઋષી સ્તર ની આત્માઓ જ કરી શકે છે.

7 અમિત આયુષ્ય.

અમિત આયુષ્ય મેળવા વાળા પ્રાણીઓ તો બહુ જ દુર્લભ હોય છે. દેવતાઓ, વસુઓ, ગંધર્વો, ને આવુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેના અનુસાર જો ગુરુ ગોપુરાંશ એટલે કે પોતાના ચતુર્વર્ગ થઈ ને કેન્દ્ર માં થઈ, શુક્ર પારાવતાંશ તમાંરા ષડવર્ગ માં હોય અથવા કર્ક લગ્ન હોય તો એવી જાતક માનવ ના હોઈ ને દેવતા હોય છે. તેમના આયુષ્ય ની કોઈ સીમા નથી હોતી, અને આ ઈચ્છા મૃત્યુ નું કવચ મેળવવામાં સક્ષમ હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top