હાલમાં જ આ વાયરલ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના દિલની ધડકન પણ વધી રહી છે. ખરેખરમાં આ વીડિયોમાં એક વ્યક્તિ બગીચાની સફાઈ કરતો જોવા મળે છે, જેની પાછળ અચાનક સાપ આવી જાય છે. વીડિયોમાં સાપ તેની પાછળ આવતો દેખાય છે. વીડિયોને જોઈને એક મિનિટ માટે તમને લાગશે કે વ્યક્તિના પેન્ટમાં સાપ ફસાઈ ગયો છે. આ જ કારણ છે કે તે તેની સાથે પાછળ પાછળ આવી રહ્યો છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ કોઈ અસલી સાપ નથી, પરંતુ તે વ્યક્તિના મિત્રો દ્વારા મસ્તી કરવામાં આવી છે.
જો કે ઈન્ટરનેટ પર દરરોજ અનેક પ્રકારના પ્રૅન્ક વીડિયો જોવા મળે છે, પરંતુ આ વીડિયો જોઈને કોઈ પહેલીવાર છેતરાઈ શકે છે. તમને લાગશે કે તે ખરેખર સાપ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી છે. ઘણીવાર મિત્રો એકબીજા સાથે મસ્તી કરતા અને મજાક કરતા જોવા મળે છે, પરંતુ કેટલીકવાર કેટલાક લોકો પોતાના મિત્રો સાથે એટલી હદે મસ્તી કરતા હોય છે કે, આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે. વીડિયોની શરૂઆતમાં એક વ્યક્તિ ઘરની પાછળના યાર્ડની સફાઈ કરતો જોઈ શકાય છે. જ્યાં તેના મિત્રો તેના પેન્ટ સાથે સાપનું ડમી બાંધી દે છે.
View this post on Instagram
વીડિયોમાં તમે જોશો કે આ વ્યક્તિની નજર સાપના ડમી પર પડતાં જ તે ડરીને જોર-જોરથી બૂમો પાડીને આમ તેમ ભાગવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો ખુશ અને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.7 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તો 62 હજારથી વધુ યૂઝર્સ આ વીડિયોને પસંદ કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.