રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1790 દર્દીઓ નોંધાયા હતા. તેની સામે 1277 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 8 વ્યક્તિના કોરોનાથી મોત થયા છે.
જો કે, રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,92,169 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,78,880 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,466 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 36,77,467 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,17,132 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આમ કુલ 42,94,599 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,76,574 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. રાજ્યમાં કોવિડ-19 ના 1790 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 1277 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
#GujaratCoronaUpdate#COVID19Dashboard
1790 New cases
1277 Discharged
8 Deaths reported
8823 Active Cases,79 on ventilator
36,77,467 People recieved 1st dose,
6,17,112 Got 2nd dose of Covid-19 Vaccine So Far
1,76,574 people above 60 got vaccine@MoHFW_INDIA @CMOGuj @JayantiRavi pic.twitter.com/qiTb4yBCfq— GujHFWDept (@GujHFWDept) March 24, 2021
આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 95.45 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 2,78,880 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8,823 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 8,744 લોકો સ્ટેબલ છે. 2,78,880 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,466 લોકોનાં મોત નિપજ્યા છે.