સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા ની સાથેજ એક બે નાહ અનેક રોકોર્ડ રચાયા છે.પરંતુ આજે એક નવો રેકોર્ડ પણ સર્જાયો છે,તો આવો જાણીએ તેના વિશે કેવડિયા કોલોનીમાં આ વખતે 11 મહિનામાં જ 22 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવી ચૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટનને 11 મહિના પૂરા થયા છે ત્યારે પ્રવાસીઓનો ધસારો લાખોમાં પહોંચી ગયો છે. હજુ આ પ્રવાસન સ્થળને વધુને વધુ માણવા લાયક બનાવાઈ રહ્યુ છે ત્યારે બટરફ્લાય ગાર્ડન, કેકટસ ગાર્ડન, રિવર રાફ્ટ્રીગ, સફારી પાર્ક, ટ્રેકિંગ વગેરે જેવા 35 પ્રોજેક્ટનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યુ છે.11 મહિનામાં કુલ આવક રૂ57,06,47,518.કેવડિયા કોલોનીનું નવું નામ એકતા નગરી.સ્ટેચ્યુઓફ યુનિટી જોવા માટે કુલ 22,09,507 પ્રવાસીઓ આવ્યા.31મી ઓક્ટેબર 2018ના સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને દિવસે તેમની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
ત્યારથી આ સ્થાને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલના પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. SVPRET સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ને છેલ્લા 11 મહિનામાં રૂા. 57,06,47,518ની આવક થઈ છે.હજુ આ પ્રવાસન સ્થળને વધુ માણવા લાયક બનાવવા માટે આતંરાષ્ટ્રીય કક્ષાના થીમ પાર્ખ ઉભા કરાઈ રહ્યા છે અને આ જગ્યાને નવુ નામ એકતા નગરી આપવામાં આવ્યુ છે.35 જેટલા આતંરાષ્ટ્રીય પ્રોજેક્ટ ખુલ્લા મુકાશે.કેવડિયા કોલોની ખાતે ઈન્ટરનેશનલ લેવલની સફારી સહિતના 35 જેટલા પ્રોજેક્ટ છે જેમાં બટરફ્લાય ગાર્ડન, કેકટસ ગાર્ડન, રિવર રાફ્ટ્રીગ, સફારી પાર્ક, ટ્રેકિંગ વગેરે જેવા પ્રોજેક્ટનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યુ છે.
આ વર્ષે લાખો લોકોએ કેવડિયાની મુલાકત લીધી છે પણ આતંરાષ્ટ્રીય થીમ બેઝ પાર્કના ઉદ્ઘાટન બાદ આ સંખ્યા કરોડોમાં પહોંચાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે.જાન્યુઆરીમાં 2.83 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.સૌથી વધુ પ્રવાસીઓ જાન્યુઆરી 2019માં નોંધાયા હતા.ત્યારે 2.83 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. વખતે રૂા. 7 કરોડથી વધીની આવક નોંધાઈ હતી.31મી ઓક્ટોબર 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ જેમા આ અગિયાર મહિનામાં કુલ 22,09,507 પ્રવાસીઓ કેવડિયા કોલોની આવ્યા જેમાંથી આવક રૂા. 57,06,47,518 થઈ હતી.જાણો કયા મહિનામાં કેટલી આવક હતી. નવેમ્બર 2018માં 2,78,562 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકત લીધી.
જ્યારે એ મહિને રૂા. 6,47,63,433 ની આવક થઈ.ડિસેમ્બર 2018માં 2,50,113 પ્રવાસીઓ આવ્યા એને આવક રૂા. 5,70,41,060 થઈ હતી.જાન્યુઆરી 2019માં 2,83,298 પર્યટકો આવ્યા અને રૂા. 7,00,42,020 આવક થઈ.ફેબ્રુઆરી 2019માં 2,10,600 પ્રવાસીઓ આવ્યા હતા જ્યારે 5,60,87,710 ની આવક થઈ હતી.માર્ચ 2019માં 2,20,824 પ્રવાસીઓએ મુલાકાત લીધી અને 5,95,96,190 રૂા.ની આવક થઈ.એપ્રિલ 2019માં 1,29,897 પર્યટકો આવ્યા અને 3,73,23,43 આવક નોંધાઈ.મે 2019 2,18,787 પ્રવાસીઓ મુલાકાતે આવ્યા ત્યારે રૂા. 6,03,19,535ની આવક થઈ.જૂન 2019માં 2,13,472 પર્યટકો આવ્યા અને રૂા. 5,62,02,590 જેટલી આવક થઈ હતી.ઓગષ્ટ 2019માં 2,56,852 પ્રવાસીઓ ફરવા આવ્યા જ્યારે 6,54,20,520 જેટલી આવક થઈ.સપ્ટેમ્બર 2019માં 2,75,843 પ્રવાસીઓ આવ્યા અને 7,08,52,370 ની આવક થઈ