નિર્દોષતાથી ભરપૂર ‘છેલ્લો શો’ ની વાર્તા જેણે RRR ને હરાવીને ઓસ્કરમાં સ્થાન મેળવ્યુ

RRR અને ઘ કાશ્મીર ફાઈલ્સ વચ્ચે ટક્કર ચાલી રહી હતી કે બંનેમાંથી કઈ ભારતીય ફિલ્મ આવતા વર્ષે યોજાનાર 94મા એકેડેમી એવોર્ડ મા જશે. બંને ફીલ્મની ચર્ચા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચાલી ચાલી રહી હતી. બેમાંથી કોઈ એક ને ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ શકી હોત પરંતુ અંહી વાર્તામાં વળાંક આવ્યો અને ગુજરાતી ફિલ્મ છેલ્લો શો એ બંને ફિલ્મોને પછાડીને ઓસ્કાર 2023ના નોમિનેશનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તે એ પણ દર્શાવે છે કે તમે ફિલ્મો બનાવવા માટે ગમે તેટલા પૈસા ખર્ચો, જો ફિલ્મની વાર્તા સારી હશે તો તેની પ્રસંશા ચોકકસ થશે.

‘છેલ્લો શો’ની વાર્તા ઉમ્મીદ અને માસુમિયતથી ભરેલી છે. છેલ્લો શો એક સેમી-ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે, કારણ કે ફિલ્મ ડાયરેક્ટર નલિનના બાળપણના કિસ્સાને દર્શાવે છે. એવું કહેવાાં આવે કે ફિલ્મની કહાની તેમના બાળપણની આસપાસ ફરે છે, તો નવાઇ નથી. ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાના ચલાલામાં રહેતા નવ વર્ષના એક બાળક પર આધારિત ફિલ્મને ખુબ પસંદ કરવામાં આવી છે.

વાર્તા તે સમયની છે. જ્યારે પ્રોજેક્ટરની મદદથી ફિલ્મો જોવામાં આવતી હતી. જે બાળકની આસપાસ આ ફિલ્મની વાર્તા ફરે છે. તેનુ નામ ફિલ્મમાં ફઝલ છે. ફઝલ સિનેમા પ્રોજેક્ટ ટેક્નિશિયનને લાંચ આપે છે અને હોલના પ્રોજેક્શન બૂથમાં ઘૂસી જાય છે. આ પ્રમાણે તે ફિલ્મ જોવે છે. આ ફિલ્મની કહાની ફિલ્મો માટે તેના જનુનને દર્શાવે છે. ગુજરાતી ભાષામાં છેલ્લો મતલબ અંત છે. માટે ફિલ્મનું નામ ‘છેલ્લો શો: ધ લાસ્ટ ફિલ્મ શો 2021’ છે.

નિર્દેશકના જીવનની આસપાસ ફિલ્મ ફરે છે

આ ફિલ્મના ડાયરેક્ટર પાન નલિન છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, ઋચા મીણા, દીપેન રાવલ અને પરેશ મહેતા મુખ્ય ભૂમિકામાં છે. છેલ્લો શોનું વર્લ્ડ પ્રીમિયર 10 જૂન 2021ના રોજ 20માં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન થયુ હતું. આ સાથે જ ફિલ્મે બોક્સઓફિસ પર પણ સારી એવી કમાણી કરી હતી. ફિલ્મની જોરદાર વાર્તાએ તેને ભારત તરફથી ઓસ્કાર 2023માં એન્ટ્રી અપાવી છે.

Scroll to Top