તેલંગાણામાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરનાર 4 આરોપીના એન્કાઉન્ટર અંગે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનવણી થઈ છે. સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ માટે ભૂતપુર્વ ન્યાયમૂર્તિ વીએસ સિરપુરકરના વડપણમાં ત્રણ સભ્યના એક પંચની રચના કરી છે, જે 6 મહિનામાં તેનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરશે.
ચીફ જસ્ટીસ એસએ બોબડેએ કહ્યું હતું કે લોકોને એન્કાઉન્ટરની ખરી માહિતી જાણવાનો હક છે. અમારા હવે પછીના આદેશ સુધી કોઈ પણ કોર્ટ અથવા ઓથોરિટી આ કેસમાં કોઈ જ તપાસ કરશે નહીં.
સુનવણી દરમિયાન તેલંગાણા સરકારના વકીલ મુકુલ રોહતગીએ આ કેસમાં કેટલીક રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે નિષ્પક્ષ તપાસ માટે જ સરકારે SIT ની રચના કરી છે. માટે સુપ્રીમ કોર્ટે તેની તરફથી
વધુ કોઈ તપાસ કરાવવાની જરૂર નથી.
એક સમયમાં બે તપાસ કેસને અસર કરી શકે છે. આ અંગે CJIએ કહ્યું હતું કે અમે કોઈને દોષી માનતા નથી. તપાસનો આદેશ આપી રહ્યા છીએ અને તમારે તેમા
સામેલ થવું જોઈએ. રોહતગીએ કહ્યું હતું કે હાઈકોર્ટ અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ આ કેસની તપાસ કરી રહ્યું છે.
તેલંગાણામાં પોલીસ દ્વારા આરોપિયોના એન્કાઉન્ટર કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાં પણ દાખલ છે. સુપ્રીમ કોર્ટે બુધવારે જ ભૂતપુર્વ ન્યાયમૂર્તિની એન્કાઉન્ટર તપાસ માટે નિયુક્ત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી.
તપાસ માટે SIT ની રચના, 13 મી ડિસેમ્બર સુધી મૃતદેહો સુરક્ષિત રહેશે
બીજીબાજુ તેલંગાણા હાઈકોર્ટે ગત સોમવારે એક અરજી પર સુનવણી કરતા તમામ આરોપીઓના મૃતદેહ 13મી ડિસેમ્બર સુધી સુરક્ષિત રાખવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટે મુખ્ય ન્યાયમૂર્તિ આરએસ ચૌહાણના
વડપણ હેઠળ ખંડપિઠે પૂછ્યું હતું કે પોલીસ આ કેસમાં એન્કાઉન્ટર માટે જારી દિશા-નિર્દેશોનું પાલન કર્યું છે કે નહીં. આ સાથે જ પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલા વિડિયોની સીડી અથવા પેનડ્રાઇવ તપાસ માટે
મુખ્ય જિલ્લા ન્યાયમૂર્તિને સોંપવા આદેશ કર્યો હતો.
SIT માં અલગ-અલગ શહેરના અધિકારીનો સમાવેશ
તેલંગાણા સરકારે એન્કાઉન્ટરની તપાસ માટે 8 સભ્યની SIT તૈયાર કરી છે. રાચકોન્ડાના પોલીસ કમિશન મહેશ એમ ભાગવત તેના વડા છે. SIT માં સામેલ એક વ્યક્તિ સહિત બાકી અધિકારી રાજ્યનો વિવિધ
ભાગોમાંથી લેવામાં આવ્યા છે.
એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટની 2014 ની માર્ગદર્શિકા
એન્કાઉન્ટર થયા બાદ તેની FIR નોંધાવવી જરૂરી હોય છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અથવા ઈજા પામેલા લોકોના પરિવારને આ અંગે તાત્કાલિક માહિતી આપવી જરૂરી છે. તમામ મોતની મેજીસ્ટ્રેટ તપાસ થશે. એન્કાઉન્ટરની તપાસ CID ની ખાસ ટીમ અથવા અન્ય પોલીસ સ્ટેશનની ટીમ કરશે.
એન્કાઉન્ટરમાં સામેલ ટીમના વડાથી એક પદ ઉચો દરજ્જો ધરાવતા અધિકારીની દેખરેખમાં આ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં થતા મૃત્યુની સૂચના રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગ અથવા રાજ્ય માનવ અધિકાર આયોગને આપવી જરૂર બને છે.
જયા બચ્ચન અને સ્વાતિ માલીવાલ પર કાર્યવાહી કરવાની માંગ
સુપ્રીમ કોર્ટમાં વકીલ એમએલ શર્માએ એન્કાઉન્ટરની તપાસ માટે ન્યાયધિશની દેખરેખમાં SIT ની રચના કરવા માંગ કરી છે. તેમણે પોલીસની કાર્યવાહીનું સમર્થન કરવા બદલ જયા બચ્ચન અને હિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.