ચંદ્રયાન-2 મિશન માટે અમદાવાદ ISROની ટીમે તૈયાર કર્યા છે આ ખાસ ઉપકરણો

ભારત નિતનવા અંતરિક્ષમાં રેકોર્ડ સ્થાપવા હવે આગળ વધે છે ટેકનોલોજીના યુગમાં હવે આપણું ભારતનું દબદબો સમગ્ર વિશ્વમાં પડશે કેમ કે દુનિયાના અમુક એવા દેશમાં આપનો સમાવેશ થશે.

કે જે લોકો પાસે જ આ ટેકનોલોજી હોઈ એવો ભારત પણ એક દેશ બનશે

ઈસરોના ચંદ્રયાન-2 મિશનનું કાઉન્ટડાઉન શરૂ થતા જ સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ના સેંકડો એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો ઉત્સાહમાં આવી ગયા છે.

આ વખતનો ઉત્સાહ પહેલા ચંદ્રયાન મિશન કરતા પણ બમણો છે. મિશન માટે અમદાવાદમાં પાછલા નવ વર્ષની મહેનત, શ્રમ, એન્જિનિયરિંગની ચોકસાઈ અને અદ્યતન ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો તૈયાર કરાયા છે.

સમગ્ર મિશન માટે 14 પેલોડ્સ હશે. તેમાંથી 8 ઓરબિટર માટે, 3
લેન્ડર માટે અને બે રોવર માટે. ટોટલમાંથી 13 પેલોડ્સ ભારતીય હશે જ્યારે રિસર્ચ માટે એક અમેરિકાના NASAનો હશે.

ચંદ્રયાન-2 મિશન માટે ઓરબિટરમાં મોકલવાના 5 પેલોડ્સમાંથી 3 અમદાવાદના SAC અને PRL દ્વારા તૈયાર કરાયેલા હશે. PRLનું સોલર એક્સ-રે મોનિટર ચંદ્રની સપાટી પરના પદાર્થોને કેદ કરશે.

સૌથી મહત્વપૂર્ણ પેલોડ્સ L અને S બેન્ડ સિન્થેટિક અપાર્ચર રડાર ચંદ્રની સપાટી પર પાણી અને બરફની હાજરી તપાસવા માટે 10 મીટર ઉંચેથી નીચે મૂકાશે.

ચંદ્રયાન-2 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 15 જુલાઈએ સવારે 2 વાગ્યેને 51 મિનિટ પર લોન્ચ કરાશે.લોન્ચના 52 દિવસો બાદ ચંદ્રયાન-2 ચંદ્રની ધરતી પર ઉતરશે.

16 દિવસ સુધી તે પૃથ્વીની પરિક્રમા કરતા ચંદ્ર તરફ આગળ વધશે. આ દરમિયાન ચંદ્રયાનની મહત્તમ ગતિ 10 કિમી પ્રતિ સકેન્ડ અને ન્યૂનતમ ગતિ 3 કિમી પ્રતિ કલાકની રહેશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top