ત્રેતા યુગમાં કરવામાં આવ્યું હતું ભગવાન સૂર્ય મંદિરનું નિર્માણ, અહીં ત્રણ સ્વરૂપે બિરાજમાન છે ભગવાન

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સૂર્યદેવ પાંચ દેવો માંથી એક છે અને તેને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય આરોગ્યનો દેવતા છે. સૂર્યદેવની પૂજા કરવાથી મનુષ્યને રોગો માંથી મુક્તિ મળે છે અને માન-સન્માન માં વધારો થાય છે. આટલું જ નહિ સૂર્યદેવને પિતા-પુત્ર અને સફળતાનું કારણ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘણું ફાયદાકારક સાબિત થાય છે.

ઔરંગાબાદ જિલ્લામાં આવેલ ‘ભગવાન સૂર્ય મંદિર’ દેશભરમાં ઘણું પ્રખ્યાત છે. આ મંદિરમાં આવીને પૂજા-અર્ચના કરવાથી સૂર્યદેવ દરેક મનોકામના પૂર્ણ કરી દે છે. આ મંદિરમાં પૂજા કરવાથી દુઃખો નો નાશ થાય છે. પૌરાણિક કથા અનુસાર આ મંદિરને ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યું છે.

સૂર્ય મંદિરનું નિર્માણ ત્રેતા યુગમાં થયું છે અને આ મંદિર લગભગ 100 ફૂટ ઊંચું છે. મંદિરમાં ભગવાન સૂર્ય ત્રણ સ્વરૂપોમાં બિરાજમાન છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. માન્યતા છે કે ભગવાન સૂર્ય અહીં ઉદય કાળમાં બ્રહ્મા, મધ્યાહ્નમાં વિષ્ણુ અને સાંજે મહેશના સ્વરૂપે દર્શન આપે છે. જો ભક્ત અહીં ભગવાન સૂર્યની પૂજા સાચા મનથી કરે છે, તો તેના પર સૂર્યદેવ ના આશીર્વાદ રહે છે.

આ મંદિરનું નિર્માણ ત્રેતાયુગમાં રાજા એલ દ્વારા કરવામાં આવ્યું હતું. કથા અનુસાર રાજા એલ કુષ્ઠ રોગથી પીડિત હતા. આ રોગથી મુક્તિ મળ્યા પછી તેમને અહીં આ સૂર્યદેવનું મંદિર બનાવ્યું હતું. કહેવામાં આવે છે કે રાજા એકવાર જંગલમાં શિકાર કરવા ગયો હતો. ત્યાં શિકાર કરતી વખતે રાજાને તરસ લાગવા લાગી. આવામાં રાજાએ જંગલમાં હાજર તળાવનું પાણી પીધું. ત્યારે રાજાના હાથ જયાં જ્યાં પાણીમાં સ્પર્શ કર્યા ત્યાં નો કુષ્ઠ રોગ મટી ગયો. આ જોઈને રાજા તે તળાવમાં કૂદી ગયો. જેના કારણે તેના શરીરનો કુષ્ઠ રોગ (રક્તપિત્ત) મટી ગયો.

જયારે એક દિવસ રાજાને સપનું આવ્યું કે જે તળાવમાં તેને સ્નાન કર્યું છે. તે તળાવમાં ભગવાન સૂર્યની ત્રણ સ્વરૂપ (ત્રિમુખી) મૂર્તિ છે. આ સપનું આવ્યા પછી, રાજાએ તળાવ ખોદાવ્યું, તો તેની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં ત્રણ મૂર્તિઓ તેમને મળી. આ મૂર્તિઓ માટે રાજાએ મંદિર બનાવડાવ્યું અને મૂર્તિઓને ત્યાં સ્થાપિત કરી. આ મંદિરના આંગણામાં ભગવાન શિવ અને માતા પાર્વતી દેવીની પણ એક મૂર્તિ છે.

પશ્ચિમ બાજુથી મુખ્ય દરવાજો

ભગવાન સૂર્ય મંદિરનો મુખ્ય દરવાજો પશ્ચિમ તરફની બાજુએ છે. કહેવામાં આવે છે કે ઔરંગઝેબે આ મંદિરને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ઔરંગઝેબ આ મંદિર પાસે પહોંચ્યો ત્યારે તેને આ મંદિરને તોડવાનું શરૂ કરી દીધું. પરંતુ પુજારીઓએ ઔરંગઝેબને આ મંદિરનું મહત્વ જણાવ્યું હતું. ત્યારબાદ ઔરંગઝેબે આ પુજારીઓને એક દિવસનો સમય આપ્યો અને કહ્યું કે જો ભગવાન સૂર્ય મંદિરમાં કોઈ સત્ય છે. તો રાતોરાત તેના દ્વાર (દરવાજા) પૂર્વથી પશ્ચિમમાં થઇ જવા જોઈએ. અને જો આવું થઇ જાય તો અમે આ મંદિરને તોડીશું નહિ. બીજા દિવસે જ્યારે ઔરંગઝેબ આ મંદિરને તોડવા માટે આવ્યો ત્યારે મંદિરનો દરવાજો પશ્ચિમ દિશા તરફ થઇ ગયો. જેના કારણે ઔરંગઝેબ આ મંદિરને તોડી શક્યો નહીં અને અહીંથી પાછો જતો રહ્યો હતો. ત્યારથી જ આ મંદિરનો મુખ્ય દરવાજો પશ્ચિમ દિશા તરફ થઇ ગયો. આ એકમાત્ર એવું મંદિર છે જેના દરવાજા પૂર્વ તરફ નથી.

થાય છે મેળાનું આયોજન

દર વર્ષે આ મંદિરમાં ઘણા બધા મેળાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળાઓનું આયોજન ખુબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે. અને અહીં કારતક અને ચૈત્રી છઠમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવીને પૂજા કરે છે. આટલું જ નહીં છઠ મહાપર્વ દરમિયાન દેવ સૂર્ય મંદિરમાં લાખોની સંખ્યામાં લોકો બિહાર અને ઝારખંડથી આવે છે. માન્યતા છે કે મનોકામના (ઇચ્છા) પૂર્ણ થયા પછી લોકો છઠમાં આવીને અહીં સૂર્યને જળ ચઢાવે છે.

કેવી રીતે પહોંચવું

આ મંદિર મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલ છે. ઔરંગાબાદ સરળતાથી ટ્રેનમાં પહોંચી શકાય છે. ઔરંગાબાદથી ભગવાન સૂર્ય મંદિર જવા માટે સરળતાથી બસ અને ટેક્સી મળી જશે. અહીં ધર્મશાળાઓ પણ છે, જ્યાં તમે રોકાઈ પણ શકો છો.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો