- ફરી એક વાર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. પાચ મહિના પછી દિવસના કોરોના સંક્રમણના કેસ 50 હજાર સુધી પહોચી ગયા છે. અગાઉ ઓક્ટોબરના અંતે 50 હજાર કેસ સામે આવ્યા હતા.
દેશમાં ફરી એક વાર કોરોના વાયરસ ઘાતક સાબિત થઇ રહ્યો છે. પાંચ મહિના પછી ફરી એકવાર દેશમાં 50 હજારથી વધુ કોરોનાકેસ સામે આવ્યા છે. ગયા વખતે ઓક્ટોબર, 2020 માં દેશમાં એક દિવસમાં 50 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 53,364 નવા કેસ સામે આવ્યા છે અને 251 લોકોના મોત થયા છે. ગયા વખતે 23 ઓક્ટોબર, 2020ના રોજ એક દિવસમાં 50 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. તે દિવસે દેશમાં એક દિવસમાં કોરોનાના 54,350 કેસ થયા હતા. તે પછી આજે એક દિવસમાં 50 હજાર નવા કેસ આવ્યા છે.
ગુજરાત, મધ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, છત્તીસગઢ અને ચંદીગઢમાં એવા કેસ છે જે ગંભીર ચિંતાનો વિષય છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત કેટલાક સ્થળોએ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો છે. દેશમાં કુલ ત્રણ ટકા સક્રિય કેસો છે અને તેમાંથી મોટાભાગના મહારાષ્ટ્રના નવ અને કર્ણાટકના એક જિલ્લા સુધી મર્યાદિત છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના કુલ 1 કરોડ 17 લાખ 87 હજાર 534 કેસ સામે આવ્યા છે. જોકે આમાંથી 1 કરોડ 12 લાખ 31 હજાર 650 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. ભારતમાં કોરોનાના સક્રિય કેસો ઝડપથી વધી રહ્યા છે. દેશમાં કોરોનાના સંક્રમણના કેસ વધીને 3 લાખ 95 હજાર 192 થયા છે. કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 60 હજાર 929 લોકો માર્યા ગયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,735 સક્રિય કેસો વધ્યા છે. આનાથી સક્રિય દર વધીને 3.35 ટકા થયો છે અને દેશમાં છેલ્લા 24 કલાકમાં 26,490 લોકો કોરોનાથી સાજા થયા છે. આનાથી રિકવરી રેટ વધીને 95.28 ટકા થઈ ગયો છે. ભારતનો કોરોના મૃત્યુ દર હાલ 1.36 ટકા છે.
દેશમાં કોરોના તપાસનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 23.75 કરોડથી વધુ કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 22 માર્ચ, 2021 સુધીમાં દેશમાં 23,75,03882 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી એક દિવસમાં 10,65021 પરીક્ષણો કરવામાં આવ્યા છે.
આ દરમિયાન દેશમાં કોરોના વાયરસ સામે રસીકરણ ચાલુ છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 5 કરોડ 31 લાખ 45 હજાર 709 લોકોને રસી આપવામાં આવી છે. તેમાંથી છેલ્લા એક દિવસમાં 23, 03305 રસીકરણ કરવામાં આવ્યું છે.