ઉપવાસમાં સાબુદાણા.
જો તમે ઉપવાસમાં સાબુદાણા ખાવા માંગો છો તો તમે સાબુદાણા માંથી અનેક વાનગીઓ બને છે. પરંતુ દરેક વાનગી માટે સાબુદાણા વ્યવસ્થિત રીતે પલાળવા જરૂરી છે. સાબુદાણા વ્યવસ્થિત ન પલળ્યા હોય તો કાં તો તે કડક રહી જાય છે અથવા તો ચીકણા થઈ જાય છે.
અમે તમને જણાવવા જઈ રહ્યા છે શું છે સાબુદાણા પલાળવાની સાચી રીત. આ ઉપાય કરશો તો સાબુદાણા એકદમ પરફેક્ટ તૈયાર થશે અને તેમાંથી બનાવેલી આઈટમ પણ વધુ ટેસ્ટી લાગશે.
વધુ પાણી ન નાંખો.
જો તમે સાબુદાણામાં વધુ પાણી નાખો છો તો તમે એવું ના કરશો કારણકે તેનાથી સાબુદાણા ચીકણા થઈ જશે. સાબુદાણા પલાળતી વખતે વધારે પાણી નાંખશો તો તેમાંથી બનાવેલી ચીજો ચીકણી બનશે. આથી સાબુદાણા પલાળતી વખતે વધારે પડતુ પાણી નાંખવુ ટાળવુ. તેમાંય એક સામટુ વધારે પાણી નાંખવાની ભૂલ તો ક્યારેય ન કરવી. તમે ઈચ્છો તો પાછળથી થોડુ પાણી ઉમેરી શકો. પાછળથી પાણી ઉમેરશો તો સારું રહેશે.
સૂકા લાગે તો શું કરવુ.
સાબુદાણા પાણીમાં પલાળ્યા પછી જો સાબુદાણા સૂકા લાગે છે, તો સાબુદાણા પલાળ્યા પછી સૂકા લાગે તો તેના પર 1 મોટી ચમચી પાણી છાંટી દેવુ અને સાબુદાણામાં બરાબર મિક્સ કરી દેવુ. આમ કરવાથી સાબુદાણા સોફ્ટ થઈ જશે. અને સાબુદાણાની આઈટમ પણ સારી બનશે જેનાથી તમને ખાવામાં પણ મજા આવશે.
સાબુદાણાની સાઈઝ જુઓ.
સાબુદાણાની સાઈઝ પ્રમાણે સાબુદાણ પલળવાનો સમય નક્કી કરો જેથી જો તમે મોટી સાઈઝના સાબુદાણાનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને આખી રાત પાણીમાં પલાળી રાખો. આવા સાબુદાણા બે કલાકમાં પલળતા નથી. હા, સાઈઝ નાની હોય તો તેને પલળવામાં થોડો ઓછો સમય લાગે છે. અને તમે તેની સરળતાથી આઈટમ બનાવી શકશો
પાણી સાબુદાણાનું પ્રમાણ.
1 કપ સાબુદાણા પલાળવા માટે 1 કપ પાણી પૂરતુ છે. આ માપથી સાબુદાણા પલાળશો તો મોટાભાગે તમારે એકદમ પરફેક્ટ સાબુદાણા પલળશે અને તેની આઈટમ બનાવાથી ઉપવાસમાં તેને ખાવા માટે માજા આવશે અને પાણીમાં સાબુદાણાનું પ્રમાણ સરખું રાખો જેથી સાબુદાણ સારા પલળે.
નાની સાઈઝના સાબુદાણા.
જો સાબુદાણાની સાઈઝ નાની હોય તો તેને 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી તેનું પાણી નીતારીને તેને 2 થી 3 કલાક સુધી મૂકી રાખો અને પછી જ તેને ઉપયોગમાં લો. જેથી સાબુદાની આઈટમ સારી બને અને ખાવામાં પણ મજા આવે.