બે ભાઈઓની અર્થી આંગણામાંથી એકસાથે નીકળી, નાનાનું મૃત્યુ થતા જ મોટા ભાઇએ પણ પ્રાણ ત્યાગી દીધા

રાજસ્થાનના બાડમેરમાં બે સગા ભાઈઓના મોતને કારણે આખા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. નાના ભાઈના મૃત્યુ બાદ મોટો ભાઈ ઘરે પહોંચ્યો હતો અને પાણીની ટાંકીમાં પડી જતાં તેનું મોત થયું હતું. જ્યારે બંને ભાઈઓની અર્થી ઘરેથી નીકળી ત્યારે પરિવારના સભ્યોના હૃદય કંપી ઉઠ્યા હતા. બંને ભાઈઓના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલો બાડમેરના સિંધરી શહેરના હોડુ ગામનો છે.

મળતી માહિતી મુજબ હોડુ ગામના સરન કા તાલાનો રહેવાસી 26 વર્ષીય સુમેર સિંહ ગુજરાતના સુરતમાં નોકરી કરતો હતો. એક દિવસ પહેલા એટલે કે મંગળવારે પગ લપસવાને કારણે તે છત પરથી નીચે પડી ગયો હતો. પરંતુ સારવાર દરમિયાન સુમેરસિંહનું હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સરનો લાવવામાં આવ્યો હતો. નાના ભાઈના અવસાનથી મોટાભાઈ સોહનને ગામમાં બોલાવવામાં આવ્યો હતો.

બુધવારે સવારે સોહન સિંહ ઘરથી થોડે દૂર આવેલી ટાંકીમાંથી પાણીની ડોલ ભરી રહ્યો હતો, ત્યારે તે અચાનક તેમાં પડી ગયો અને તેનું મોત થયું. 28 વર્ષની ઉંમરે સોહન સિંહ જયપુરમાં સેકન્ડ ગ્રેડની તૈયારી કરી રહ્યો હતો અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે સોહનસિંહને ગામમાં બોલાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પરિવાર પર જાણે મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સોહન લાંબા સમય સુધી ઘરે પરત ન ફર્યો તો પરિવારના સભ્યો ટાંકી પાસે ગયા અને જોયું કે તેનો મૃતદેહ પાણીમાં તરતો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને મામલાની તપાસ શરૂ કરી હતી. ગામના વડીલોએ જણાવ્યું કે બંને ભાઈઓ વચ્ચે સારો તાલમેલ હતો. સોહમ સિંહ ભણવામાં હોંશિયાર હતો અને સુમેર સિંહ ભણવામાં થોડો નબળો હતો. નાનો ભાઈ સુમેર મોટા ભાઈ સોહનના ભણતરનો ખર્ચ ઉઠાવતો હતો.

પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે

સિંધરી પોલીસ સ્ટેશનના અધિકારી સુરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, સુરતમાં છત પરથી પડી જવાથી એક ભાઈનું મોત થયું હતું. ત્યાં બીજો ભાઈ પાણીની ટાંકીમાં પડેલો જોવા મળ્યો હતો. સંબંધીઓનું કહેવું છે કે સોહનનો પગ લપસવાને કારણે ટાંકીમાં પડી જતાં તેનું મોત થયું હતું. આપઘાતની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

Scroll to Top