કોરોના વાઈરસ મહામારી (CoronaVirus) ને કારણે છેલ્લા દોઢ વર્ષથી દુનિયાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા દેશોમાં એટલા બધા લોકોના મૃત્યુ થયા કે લાશો ના ઢગલા થઇ ગયા. આ પછી ઘણા દેશોએ વાયરસ સામે લડવા માટે રસી (વેક્સીન) તૈયાર કરી. જોકે, આ વેક્સીન (Vaccine) ના ઘણા ટ્રાયલ પછી જ લોકોને આપવામાં આવી રહી છે, પરંતુ આ હોવા છતાં ઘણા લોકોમાં રસીકરણ પછી રીએકશન (Reaction From Vaccination) જોવા મળી રહ્યું છે. આમાંથી કેટલાક લોકોને તાવ આવી રહ્યો છે, જ્યારે ઘણા લોકો એવા છે કે જેમને રૈશેસથી લઈને ઘણા ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન લંડનમાં રહેતી 19 વર્ષીય કોર્ટનીને રસી બાદ ખૂબ જ ભયંકર રીએકશનનો સામનો કરવો પડ્યો હતો. તે વેક્સિનેશન પછી આવતા એક મહિના સુધી વ્હીલચેરમાંથી ઉભી થઈ શકી નહીં. હજી પણ કોર્ટનીને ચાલવામાં મુશ્કેલી આવી રહી છે. રસી લીધાના થોડા સમય પછી તરત જ, કોર્ટનીને તેના પગમાં દુખાવો થવા લાગ્યો. આ પછી તેના પગની નસો ખૂબ જ ઉંડી દેખાવા લાગી. જ્યારે કોર્ટનીએ ડોકટરોની સલાહ લીધી ત્યારે જાણવા મળ્યું કે તેના પગની નસો અંદરથી ફાટી ગઈ છે. ચાર અઠવાડિયા સુધી તેમને હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું. હવે જઈને કોર્ટનીએ આ રીએકશન વિશે ફેસબુક પર પોસ્ટ કરી હતી.
અંદરથી નીકળવા લાગ્યું હતું લોહી
કોર્ટની અન્ય લોકોને વેક્સીન પછીની થતી એલર્જી વિશે ચેતવવા માંગતી હતી. તેને ફેસબુક પર પોતાની હાલત લોકોને શેર કરી. તેને કહ્યું કે જો તે સમયસર હોસ્પિટલ ન આવી હોત તો તેના પરિણામો ભયંકર આવ્યા હોત. તેની ત્વચાની અંદરથી નસોમાંથી લોહી નીકળતું હતું. તેનો આખો પગ વાદળી થઈ ગયો હતો. આવી જ હાલત તેના હાથ અને પીઠની પણ થઇ ગઈ હતી. આ જગ્યાએ પણ નસો ફાટવાના કારણે પણ લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું.
લોકોને કર્યા જાગૃત
કોર્ટનીએ પોતાની પોસ્ટ દ્વારા લોકોને રસીથી થતી એલર્જી વિશે લોકોને ચેતવણી આપી હતી. તેની પોસ્ટ પર અત્યાર સુધીમાં 23સો થી વધુ લોકોએ કોમેન્ટ કરી છે. કોમેન્ટ બૉક્સમાં આવા ઘણા લોકો હતા, જેમણે આવા જ રીએકશન વિશે ઉલ્લેખ કર્યો છે. કોર્ટનીએ જણાવ્યું કે તે છેલ્લા બે મહિનાથી સંઘર્ષ કરી રહી છે. એમાંથી તેને એક મહિનો તો હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવી હતી. આ પછી, હવે તે ધીરે ધીરે ચાલવાનું શીખી રહી છે. કોવિડ રસી પછી થયેલ એલર્જીના આવા ઘણા કિસ્સાઓ સામે આવી ગયા છે. ઘણા લોકોએ તેના ગંભીર પરિણામો ભોગવ્યા છે. જો કે, આ હોવા છતાં, ડોકટરોનું કહેવું છે કે લોકોએ રસીથી ડરવું જોઈએ નહીં. દરેક લોકોનું શરીર રસી માટે અલગ રીતે પ્રતિસાદ આપે છે. આ સમયે કોરોનાને હરાવવા માટે વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે.