‘RRR’ની રિલીઝ પહેલા થિયેટર માલિકે કર્યું વિચિત્ર કામ! ઠોકી દીધી હજારો ખીલીઓ, જાણો કારણ

આવનારો દિવસ સિનેમા પ્રેમીઓ માટે ખાસ રહેવાનો છે, કારણ કે 25 માર્ચ એટલે કે શુક્રવારે, મોટા બજેટની, મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘RRR’ દેશભરમાં એકસાથે રિલીઝ થવા જઈ રહી છે. છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયા પર ‘બાહુબલી’ના દિગ્દર્શક એસએસ રાજામૌલીની આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ફિલ્મની રિલીઝ પહેલા, સોશિયલ મીડિયા પર એક તસવીર સામે આવી છે, જેમાં સિનેમા હોલમાં સ્ક્રીનની સામે હજારો ખીલીઓ લાગેલી જોવા મળે છે. સાંભળીને તમને પણ નવાઈ લાગી ને! આવો તમને જણાવીએ આ વાયરલ તસવીરની બધી જ હકીકત…

વિજયવાડાના થિયેટરની તસવીર

એમ તો બધા એ જાણે છે કે લોકોમાં ફિલ્મ જોવાનો ક્રેઝ માથે ચઢીને બોલતો હોય છે. તેથી દરેક જગ્યાએ ભીડને સંભાળવાની અને સુરક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં સિલ્વર સ્ક્રીનની સામેની જગ્યામાં હજારો ખીલીઓ લાગેલી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ આંધ્ર પ્રદેશના મોટા શહેર વિજયવાડાના થિયેટર ‘અન્નપૂર્ણા કોમ્પ્લેક્સ’ની તસવીર છે. આ તસવીર થિયેટર દ્વારા શેર કરવામાં આવી છે. જુઓ આ ટ્વિટ…

શ માટે કર્યું આ વિચિત્ર કામ?

આ તસવીરમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સ્ક્રીનની બરાબર સામેની ખાલી જગ્યામાં ઘણી ખીલીઓ લગાવવામાં આવી છે. આની સાથે તેલુગુ ભાષામાં મોટા અક્ષરોમાં લખેલું છે – ડેન્જર. તો તમને જણાવી દઈએ કે દક્ષિણ ભારતમાં સિનેમાપ્રેમીઓ અવારનવાર આ જગ્યા પર ચઢીને નાચવા-ગાવાનું શરૂ કરી દે છે, ઘણી વખત અહીં આરતી કરીને અને અગરબત્તી લગાવીને આગ જેવી ઘટનાઓ પણ સામે આવી છે. આથી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ આ સિનેમા હોલના માલિકે આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ પગલું ભર્યું છે. હવે થિયેટર માલિકના આ પગલાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે.

અજય દેવગન અને આલિયાનો ખાસ રોલ

આ ફિલ્મમાં મુખ્ય કલાકારો રામ ચરણ અને જુનિયર એનટીઆર, અજય દેવગણ, આલિયા ભટ્ટ અને ઓલિવિયા મોરિસ સિવાય સ્ટાર-સ્ટડેડ લાઇનઅપ છે, જ્યારે સમુથિરકાની, રે સ્ટીવેન્સન અને એલિસન ડૂડી સહાયક ભૂમિકામાં જોડાશે. પેન સ્ટુડિયોના જયંતિ લાલ ગડાએ સમગ્ર ઉત્તર ભારતમાં ડિસ્ટ્રીબ્યુટિંગ રાઈટ્સ પ્રાપ્ત કર્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઇલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે. પેન મરુધર ફિલ્મને નોર્થ ટેરીટરીમાં ડિસ્ટ્રીબ્યુટ કરશે. ‘RRR’ 25 માર્ચે રિલીઝ થશે.

Scroll to Top