પત્નીને પ્રેમી સાથે મોજ કરતા અટકાવી તો પત્ની ભર્યું એવું પગલું જેણે જાણીને ઉડી જશે તમારા હોશ

અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં હત્યા કરાયેલી અજાણી વ્યક્તિની લાશ મળી આવવાના કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આડાં સંબંધમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનુ ગળુ દબાવીને કૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. એલીસબ્રીજ વિકટોરીયા ગાર્ડન સામે 18 જુલાઇના રોજ અજાણ્યા યુવકની લાશ મળી આવવાના કેસમાં જીગનેશ ઉર્ફે જગદીશની હોવાની ઓળખ કરવામાં આવી હતી. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા મુર્ત્ક જીગનેશ હત્યા કેસમાં ભેદ ઉકેલી મૃત્કની પત્ની રેખા ઉર્ફે જાડી સોલંકી તેના પ્રેમી શાબીરખાન પઠાણ અને શીવમ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે હત્યા કરવા પાછળનુ કારણમાં આડાસંબંધમાં હત્યા થઇ હોવાનુ જાણવા મળ્યું છે. આરોપી પત્ની રેખા સોલંકી અને પ્રેમી શાબીરખાન વચ્ચેના આંડા સંબંઘમાં પતિ જીગનેશ આવતો હોવાથી તેને પતાવી દેવામાં આવ્યો છે. જેમાં હત્યા કરવા માટે આરોપી રેખા અને પ્રેમી શાબીર ખાન સહિત ચાર લોકો મૃત્ક જીગનેશને દારૂનો નશો કરાવીને એલ્રિજબ્રિજ નજીક રીક્ષામાં લઇ ગયા હતા અને ત્યાં સુતળી વડે ગળુ દબાવીને તેને મોતને ધાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચની તપાસ કરતા આરોપી શાબીર તેના ખેડામાં રહેનાર ભાઇને ત્યાં આવતો જતો હોવાના કારણે તેને રેખા સાથે પ્રેમ થઈ ગયો હતો. રેખા તેના અગાઉના પતિના બાળકો સાથે સુરત, અમદાવાદ અને ખેડા આવતી જતી રહેતી હતી. જેમાં અમદાવાદમાં આવતી જતી રહેતી હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે સંબંધ બધાઈ ગયા હતા.

આ સમયગાળામાં 17 મી તારીખના રોજ રેખાએ શાબીરને તેનો પતિ જીગનેશ કોઇ કામ ધંધો કરતો નથી અને મારા પૈસા વાપરી નાંખતો હોવાનું કહીને તેને મારી નાખવા જણાવ્યું હતુ. આ કારણોસર ચાર આરોપીઓ જીગનેશની હત્યા કરવા દારૂ પીવડાવીને પ્લાસ્ટીકની પટ્ટીથી ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી હતી. તેમ છતાં આરોપી અને મૃત્ક ફુટપાથ પર રહીને પ્લાસ્ટિક અને ભંગાર કચરો વગેરે વીણતા હતા. આંડા સંબંધમાં થયેલી હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણ આરોપીની અટકાયત કરવાની સાથે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન સોંપી દેવામાં આવ્યા હતા. તેમ છતાં હત્યા કેસમાં અન્ય વધુ એક ફરાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી રહી છે.

Scroll to Top