ભારતમાં ભગવાન અને દૈવિય શક્તિ પ્રત્યે લોકોને ખુબ જ આસ્થા છે અને ભાવિક ભક્તો માતાજી અને ભગવાનના નામે પોતાના દુ:ખ દૂર કરવા માટે બાધા અને માનતા રાખે છે અને જ્યારે તેમના પર ભગવાનની અપાર કૃપા વરસે છે ત્યારે તેઓ તેમની બાધાને પૂર્ણ કરવા માટે મંદિરમાં જઇ પ્રસાદ કરે છે ત્યારે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં બાધા પૂર્ણ થતા લોકો માતાજીના દરબારમાં માતાજીને ગાંઠિયા ચઢાવે છે
સુરતમાં માતાજીનું એક એવું મંદિર જ્યાં લોકો ખાંસી માટે બાધા રાખે છે. લોકો બાધા પુરી થયા બાદ માતાજીને ગાંઠિયા ચઢાવે છે.
સુરતમાં અંબિકાનિકેતન પાસે એક એવું મંદિર આવ્યું છે, જ્યાં લોકો ખાંસીની બાધા રાખે છે અને આ મંદિર ખોખલી માતાના મંદિર તરીકે ઓળખાય છે. માત્ર પાર્લે પોઇન્ટ જ નહીં પરંતુ કાપોદ્રા વિસ્તારમાં પણ ખોખરી માતાનું મંદિર છે અને તેની ખાસિયત છે કે બાધા પૂર્ણ થયા બાદ ભક્તો માતાજીને ગાંઠીયા અર્પણ કરે છે.
ગુજરાતમાં ગાંઠિયા સૌથી પ્રખ્યાત નાસ્તો છે, પરંતુ ઘણા લોકોને ખબર ના હશે કે ગાંઠીયા માતાજીના મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. વર્ષો જુના આ મંદિરમાં માન્યતા છે કે જે લોકોને ઉધરસની તકલીફ હોય અને અહીં મંદિરમાં આવીને માનતા માને તો તેમની આ તકલીફ દૂર થઈ જાય છે અને લોકો અહીં માનતા પૂર્ણ થયા બાદ માતાજીને પ્રસાદ રૂપે ગાંઠિયા અર્પણ કરે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, કોરોના કાળમાં પણ લોકો મોટી સંખ્યામાં અહીં બાધાર રાખવા આવતા હતા. અને લોકોની માન્યતા છે કે આવા કપરા સમયમાં પણ માતાજી આશીર્વાદ આપી તેમની ઉધરસની સમસ્યા દૂર કરી હતી.