આજથી ઘણા નિયમોમાં થઈ રહ્યા છે મોટા ફેરફાર, જાણી લો નહીં તો થઈ શકે છે નુકશાન

આજે 1 એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. દેશમાં ઘણા નિયમોમાં ફેરફાર જોવા મળશે, જેની સીધી અસર કમાણી, ખર્ચ અને રોકાણ પર પડશે. આવી સ્થિતિમાં આજે એ જાણવું જરૂરી છે કે બજેટ અને અન્ય સરકારી નિયમોના કારણે દેશના લોકો અને તેમના જીવનમાં કેવા બદલાવ આવવાના છે.

ચાલો જાણીએ શું હશે આ ફેરફારો…

1- PF ખાતામાં 2.5 લાખ રૂપિયાથી વધુ જમા રકમ પર આવેલા વ્યાજ પર આવકવેરો લાગશે.

2- નવી જોગવાઈ અનુસાર, હવે વર્ચ્યુઅલ ડિજિટલ અથવા ક્રિપ્ટો કરન્સીના વેચાણથી થતા નફા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. પ્રથમ ઘર ખરીદનારાઓને હોમ લોન પર 1.5 લાખની વધારાની ટેક્સ છૂટ નહીં મળે.

3- નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ સામાન્ય માણસ માટે દવાઓ પરનો ખર્ચ વધવા જઈ રહ્યો છે. આજથી લગભગ 800 આવશ્યક દવાઓના ભાવમાં 10.7 ટકાનો વધારો થયો છે.

4- પોસ્ટ ઓફિસની ઘણી રોકાણ યોજનાઓમાં મળતું વ્યાજ હવે રોકડમાં ઉપલબ્ધ રહેશે નહીં. બચત ખાતું ખોલાવવું પડશે.

5- હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ UPI અથવા નેટબેંકિંગ દ્વારા જ કરી શકાશે. ચેક, બેંક ડ્રાફ્ટ વગેરેથી કામ ચાલશે નહીં.

6- જે લોકો PAN અને આધારને લિંક નહીં કરાવે તેઓને આજથી દંડ કરવામાં આવશે

7- EPF ખાતામાં 2.5 લાખ રૂપિયાથી વધુની જમા રકમના વ્યાજ પર આવકવેરો લાગશે. જો કે, સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા છે.

8- રૂ. 45 લાખ સુધીનું એફોર્ડેબલ ઘર પહેલીવાર ખરીદનારાઓને હવે હોમ લોનના વ્યાજ પર રૂ. 1.5 લાખ સુધીની વધારાની કર કપાતનો લાભ નહીં મળે.

આજથી આ 7 મોટા ફેરફારો છે જે સરકારી નિયમોને કારણે થઈ રહ્યા છે. આ સિવાય કેટલાક ફેરફારો એવા છે જે ખાનગી કંપનીઓ સાથે સંબંધિત છે જેમ કે ઘણી મોટી કાર નિર્માતાઓએ આજથી તેમના વાહનોની કિંમતોમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સ, ટોયોટાથી લઈને BMW સુધીની કારની કિંમતમાં 2.5 થી 3.5 ટકાનો વધારો થઈ રહ્યો છે.

Scroll to Top