આ 4 બોલિવૂડ અભિનેત્રીઓ પાસે પોતાનું પ્રાઇવેટ વિમાન છે! જાણો કોણ છે આ વગદાર માલિકણો

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મળી તો પછી ધન-દોલતની ખોટ રહેતી નથી. અહીં લાખો આવે છે ને કો’ક નીકળે છે! તમે વાંચ્યું હશે ઘણીવાર કે બોલિવૂડ સેલિબ્રીટીઓ ક્યાં મોડેલનો આઇફોન વાપરે છે. એ પણ સાંભળ્યું હશે કે, ક્યાં અભિનેતા પાસે પોતાની માલિકીનું પ્લેન છે.

પણ માત્ર અભિનેતાઓ જ નહી, બોલિવૂડની અમુક અભિનેત્રીઓ પણ એટલી ધરખમ ધનવાન છે કે એણે પણ પોતાનું પ્રાઇવેટ જેટ વસાવ્યું છે! જાણો છે કોણ છે આ નસીબદાર એક્ટ્રેસીસ ? નહી, તો જાણી લો અહીં તમારા માટે જ તો આપ્યું છે:

(1) પ્રિયંકા ચોપરા

બોલિવૂડની અત્યારની સૌથી સફળ અભિનેત્રીઓમાં પ્રિયંકા ચોપરાનું નામ ચોક્કસપણે લેવું જ પડે. વળી, માત્ર બોલિવૂડ ફિલ્મો કરીને બેસી ન રહેતા એણે હોલિવૂડમાં પણ પ્રભાવશાળી પર્ફોમન્સ આપ્યું છે. અમેરિકન અભિનેતા નીક જોનાસ સાથે લગ્ન થયાં બાદ તો એની પ્રસિધ્ધીમાં ઓર ઉછાળો આવ્યો છે.

એ તો જાણે પ્રિયંકાની આવડત અને મહેનતનું પરિણામ છે કે, આજે તેની પાસે પોતાનું એક પ્રાઇવેટ પ્લેન છે!

(2) શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી કુંદ્રા કહો તો વધારે ઠીક રહે. કેમ કે, ટોચના બિઝનેસમેન રાજ કુંદ્રાની શિલ્પા પત્ની છે. રાજ કુંદ્રાનો ઇંગ્લેન્ડમાં બહુ મોટો બિઝનેસ છે. ઇંગ્લેન્ડના ટોચના ૨૦૦ ધનવાનોમાં તેનું નામ રહી ચુક્યું છે. ક્રિકેટથી લઈને કુસ્તીની રમતોમાં પણ તેનું ઇન્વેસ્મેન્ટ રહેલું હોય છે. શિલ્પાએ તેની સાથે લગ્ન કર્યાં એ સાથે જ એ એક પ્રાઇવેટ પ્લેનની માલિકણ બની ગઈ.

(3) મલ્લિકા શેરાવત

એક વખતે ફિલ્મોમાં પુષ્કળ અતરંગ સીન આપવા માટે જાણીતી અભિનેત્રી મલ્લિકા શેરાવત આજે તો ફિલ્મોથી દૂર છે પણ એની પ્રોપર્ટી કંઈ ઓછી નથી. તમને જાણીને આંચકો લાગશે કે, મલ્લિકા શેરાવત પાસે પણ પોતાનું પ્લેન છે!

(4) ઐશ્વર્યા રાય

જેમના સૌંદર્ય પર એક જમાનો ફિદા હતો અને હજી પણ છે એ ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતાને લઈ દુનિયાના ઉચ્ચત્તમ ખિતાબો મેળવી ચૂકી છે. અભિનયમાં પણ એની વગ જોરદાર રહી છે. આજે અભિષેક બચ્ચન સાથે વિવાહ કરીને બચ્ચન પરિવારમાં સ્થિર થયેલી ઐશ્વર્યા પાસે પોતાનું હવાઈજહાજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here