આ 5 ખરાબ આદતો તમને ઝડપથી બનાવે છે વૃદ્ધ, આજે જ કરો દૂર

દરેક નવા દિવસ સાથે આપણી ઉંમર વધી જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ, વર્ષ 2050 સુધીમાં દુનિયાભરમાં બે અબજથી વધુ લોકો 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના થઇ જશે. હકીકતમાં, આખી દુનિયામાં લોકો પહેલા કરતાં વધુ લાંબા સમય સુધી જીવી રહ્યા છે. ડેમોગ્રાફિક રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં પણ વાતની ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આ સદીના અંત સુધીમાં માનવી 120 વર્ષ સુધી જીવતો રહેશે. નેચર હ્યુમન બિહેવિયરના રિસર્ચ અનુસાર, ઉંમર વધવાની સાથે લોકોની માનસિક ક્ષમતાઓમાં સુધારો જોવા મળ્યો છે. જો કે આ બધું તમારી જીવનશૈલીની રીતો પર આધાર રાખે છે. કેટલીક ખરાબ ટેવો ઝડપથી વૃદ્ધ કરવા અને ઉંમર ઘટાડવાનું પણ કામ કરે છે. ચાલો જાણીએ આ ખરાબ આદતો વિશે જેને તમારે જલદીથી જલદીથી દૂર કરી લેવી જોઈએ.

વધુ પડતી ટીવી જોવી: ક્યારેક ક્યારેક મોડી રાત સુધી ટીવી જોવામાં કોઈ નુકસાન નથી, પરંતુ ભુલથી પણ તેને દરરોજની આદત ન બનાવવી જોઈએ. અમેરિકન હાર્ટ એસોસિએશનના એક સંશોધન મુજબ, મધ્યમ વયમાં વધુ લાંબા સમય સુધી ચેનલ બદલવાની આદતને કારણે વિચારવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. સંશોધન મુજબ, વધુ પડતી ટીવી જોવાથી મગજમાં ગ્રે મેટરની માત્રા ઓછી થાય છે. ગ્રે મેટર તંત્રિકા તંત્ર (નર્વસ સિસ્ટમ) સાથે જોડાયેલ છે અને વિચારવાની અથવા નિર્ણય લેવાની ક્ષમતા તેનાથી બને છે. તેથી, જીવનશૈલીમાં સુધારો લાવવા માટે સૌથી પહેલા વધુ પડતું ટીવી જોવાની આદત ઓછી કરો.

દરેક સમયે સુસ્ત રહેવું: માત્ર ટીવી જ નહીં પણ આખો દિવસ કોઈ કામ કર્યા વગર આમ તેમ પડી રહેવું અથવા દરેક સમયે સુસ્ત રહેવું પણ વૃદ્ધાવસ્થા લાવે છે. તે ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ અસર કરે છે. વ્યાયામ કરવાથી માત્ર હાડકાં અને સ્નાયુઓ સ્વસ્થ રહે છે, પરંતુ શરીરને અંદરથી યુવાન બનાવવામાં પણ મદદરૂપ છે. JAMA મેડિકલ પત્રિકામાં છપાયેલ એક અભ્યાસ અનુસાર, એક જ ઉંમરના આળસુ લોકોની સરખામણીમાં હંમેશા એક્ટિવ રહેતા લોકો વધુ દિવસો સુધી યુવાન બની રહે છે. અભ્યાસ મુજબ, સુસ્ત જીવનશૈલીથી વૃધ્વસ્થા ઝડપથી આવે છે અને રોગ ઉંમર પહેલા તમને ઘેરી લે છે.

અનિયમિત ઊંઘવાની આદત: કોરોના મહામારીને કારણે મોટાભાગના લોકોની ઊંઘની આદતમાં ફેરફાર આવ્યો છે. ખરાબ ઊંઘની પેટર્નની અસર ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, આમ,મધ્યમ વયના જે લોકો નિયમિતપણે 6-8 કલાકથી વધુ કે ઓછી ઊંઘ લે છે તેમની વિચારવાની ક્ષમતામાં 4-7 વર્ષ સુધીનો ઘટાડો આવી શકે છે. ક્લિનિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ ડર્મેટોલોજીમાં પ્રકાશિત થયેલા અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખરાબ ઊંઘ લેનારની ત્વચા ઝડપથી વૃદ્ધ થાય છે. જે મહિલાઓ પૂરી ઊંઘ લેતી નથી, તેમની ત્વચા પર પ્રી-મેચ્યોર એજિંગના લક્ષણો દેખાવા લાગે છે. તેથી, વૃદ્ધાવસ્થાના લક્ષણો દૂર રાખવાને કારણે ઊંઘના ચક્રને યોગ્ય રાખવું જરૂરી છે.

વધુ પડતો ઓનલાઈન સમય પસાર કરવો: છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે લોકોનો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર જઈ રહ્યો છે. લોકોનો સ્ક્રીન ટાઈમ ઘણો વધી ગયો છે. એજિંગ એન્ડ મિકેનિઝમ્સ ઑફ ડિસીઝમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, કમ્પ્યુટર અને સ્માર્ટફોનમાંથી નીકળતી વાદળી લાઈટ આપણી આંખો અને ત્વચા પર ખૂબ જ ખરાબ અસર પાડે છે અને તેના કારણે વૃદ્ધત્વની પ્રક્રિયા વધે છે. વાદળી લાઈટ મગજ અને આંખોના કોષો બંનેને નુકસાન પહોંચાડે છે. તેના બદલે તમારો સમય ઑફલાઇન પ્રવૃત્તિઓ જેમ કે પુસ્તક વાંચવા અથવા કંઈક લખવામાં પસાર કરો. આનાથી મગજ પણ તેજ થાય છે.

તણાવને ન સંભાળી શકવું: દરેક સમયે તણાવમાં રહેવાને કારણે ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. ટ્રાન્સલેશનલ સાયકિયાટ્રીમાં પ્રકાશિત યેલ યુનિવર્સિટીના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત તણાવને કારણે શરીર ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. સંશોધકોના મતે, તંદુરસ્ત વૃદ્ધત્વ માટે લાગણીઓને નિયંત્રિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તણાવથી દૂર રહેવા અને ખુશ રહેવા માટે યોગ અને ધ્યાનનો સહારો લઈ શકાય છે.

Scroll to Top