પીવો આ 5 જ્યુસઃ જીવનના છેલ્લા શ્વાસ સુધી જળવાઈ રહેશે તંદુરસ્તી

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આપણા શરીરના મોટાભાગના વિષ તત્વો યુરીન અને પરસેવા દ્વારા બહાર નિકળી જાય છે. ત્યારે આવામાં શરીરને ખૂબ જ માત્રામાં પાણી અને અન્ય લિક્વિડ ડાયટની જરૂર હોય છે. જો શરીરને લિક્વિડ ડાયટ પર્યાપ્ત માત્રામાં ન મળે તો કેટલાય પ્રકારની શારીરીક સમસ્યાઓ થાય છે અને સાથે જ આપણી ત્વચા પર પણ આની ખરાબ અસર પડે છે.

આના કારણે ત્વચા બેજાન અને મુરજાઈ જાય છે. આ સમસ્યાઓથી બચવા માટે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ એવા 5 હેલ્ધી અને મેજિકલ ડ્રિંક્સ વિશે કે જે આપના સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખશે અને આપની સ્કીનનો પણ પૂરો ખ્યાલ રાખશે.

ગાજર અને બીટનું જ્યુસ: ગાજર અને બીટ બંન્ને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. આનું જ્યુસ નિયમિત રૂપથી પીવાથી શરીરમાં આયરનની ઉણપ દૂર થઈ જાય છે. આ જ કારણથી એનીમિયા, થાક જેવી પરેશાની નથી થતી અને ભરપુર એનર્જી મળે છે. તો સ્કીન પર ગ્લો પણ આવે છે.

આંબળા અને એલોવેરા જ્યુસ: આંબળા અને એલોવેરા બંન્નેને આયુર્વેદમાં પ્રભાવી જડીબુટ્ટી માનવામાં આવે છે. આનું જ્યુસ રોજ પીવાથી મોટાપો ઓછો થાય છે, ડાયબીટીઝ નિયંત્રણમાં આવી જાય છે અને હાર્ટ પણ સ્વસ્થ રહે છે. તો સ્કીનની ડલનેસ દૂર થઈ જાય છે અનને નેચરલ ગ્લો આવે છે. વાળ પણ મજબૂત બને છે.

એપલ જ્યુસ: એપલને સુપરફૂડ માનવામાં આવે છે. આમાં વિટામીન એ ભરપુર માત્રામાં મળી આવે છે. આનું નીયમીત જ્યુસ પીવાથી આંખોની રોશની વધે છે. પાચન તંત્ર મજબૂત બને છે અને કબજીયાતમાંથી પણ રાહત મળે છે. તો એપલને સ્કીન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે અને આ સ્કીનને ગ્લોઈંગ બનાવી રાખવામાં મદદ કરે છે.

નારીયળ પાણી: નારીયળ પાણીનું નિયમીત સેવન કરવાથી આપના શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ નિયંત્રણ જળવાઈ રહે છે. બીપી કંટ્રોલમાં રહે છે અને શરીરને તે યોગ્ય રીતે ડિટોક્સીફાઈ કરે છે. તો આમાં વિટામીન સી, કાર્બોહાઈડ્રેટ્સ, સોડિયમ અને પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. ત્યારે આવા સમયે આપની સ્કીનને પણ તે સુધારે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો