Life Style

ભારતમાં વિવિધ સ્થળોએ આવેલી આ દીવાદાંડીઓ વિશે તમે કદાચ જ જાણતા હશો

દીવાદાંડી અથવા તો લાઈટ હાઉસનો ઉપયોગ શું હોય છે?

દીવાદાંડી એ જૂના સમયમાં દરિયાખેડુઓને માર્ગદર્શન આપવા માટે દરિયા કીનારે બાંધવામાં આવતી હતી અને જેની ટોચ પર દૂર સુધી દેખાય તે રીતનો પ્રકાશ રાખવામાં આવે છે. આ પ્રકાશ જોઈને સાગરખેડુઓ હવે દરિયા કિનારો નજીક છે તેનો અંદાજ મેળવતા. દીવાદાંડીઓનો મુખ્ય ઉપયોગ સાગરખેડુઓને ભયજનક અને ખડકાળ દરિયાકિનારાથી ચેતવવા માટે પણ થતો. આધુનિક સમયમાં વિજાણુ માર્ગદર્શક સાધનોની ઉપલબ્ધતા વધતા દિવાદાંડીઓનો માર્ગદર્શક તરીકેનો ઉપયોગ ઘટતો જાય છે. ફરતા પ્રકાશવાળી દરેક દીવાદાંડીનો પ્રકાશના બે ઝબકારા દેખાડવા વચ્ચેનો એક ચોક્કસ સમય હોય છે જેના પરથી જહાજ રાત્રિના અંધકારમાં પણ પોતે કયા કિનારાની નજીક છે તે નક્કી કરી શકે છે.

ગુજરાતના દ્વારકામાં આવેલી દીવાદાંડી

આ દીવાદાંડીનું બાંધકામ 19મી સદીની શરૂઆતમાં કરવામાં આવ્યું હતું, આ દીવાદાંડીમાં તમે કાળો અને સફેદ એમ બે રંગ જોઈ શકો છો.

ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ આવેલી દીવાદાંડીઓ વિશે

ગુજરાતના દ્વારકાની 43 મીટર ઊંચી દીવાદાંડી, વેરાવળની 30 મીટર ઊંચી દીવાદાંડી અને ગોપનાથની 40 મીટર ઊંચી દીવાદાંડીને ગુજરાત સરકારના પ્રોજેક્ટ હેઠળ ટૂરિઝમ તરીકે વિકસાવવામાં આવશે.

કર્ણાટકના સુરથાકાલ બીચ પાસે આવેલી દીવાદાંડી

આ દીવાદાંડીમાં તમે ક્લાસિક લાલ કલર અને સફેદ પટ્ટાઓનું મિશ્રણ જોઈ શકો છો. આ દીવાદાંડી કર્ણાટક રાજ્યના સુરથાકાલ બીચ પાસે આવેલી છે.

ગોવામાં આવેલી દીવાદાંડી

આ ખાસ દીવાદાંડી ગોવામાં આવેલી છે, ગોવામાં ફરવા જાઓ ત્યારે આ દીવાદાંડીની મુલાકાત લેવી જ રહી.

આ દીવાદાંડી તામિલનાડુના મહાબલિપુરમમાં આવેલી છે. અહીં આવ્યા બાદ વર્ષો જૂના સમયમાં આવી ગયા હોય તેવો અનુભવ થાય છે.

આંદમાનમાં આવેલી દીવાદાંડી

આંદમાન અને નિકોબાર ફરવા જાઓ ત્યારે આ દીવાદાંડીની મુલાકાત લેવી જ રહી, આ એક અદ્ભુત દીવાદાંડી છે અને દૂરથી પણ સુંદર લાગી રહી છે.

કેરાલાના કોવાલમ સ્થિત દીવાદાંડી

કેરાલાના કોવાલમ સ્થિત દીવાદાંડી જાણે કોઈ વાસ્તવિક ફોટો જોતા હોય તેવી લાગી રહી છે. કેરાલા ફરવા જાઓ તો કેરાલાના કોવાલમમાં આવેલી આ દીવાદાંડીની મુલાકાત લેવી જ રહી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker