આ દેશો ભારત સાથે ઉજવે છે સ્વતંત્રતા દિવસ, જાણો કોને ક્યારે મળી આઝાદી

દક્ષિણ કોરિયા: દક્ષિણ કોરિયાને ભારત પહેલા 15 ઓગસ્ટ, 1945ના રોજ સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયાને જાપાનથી આઝાદી મળી હતી. ત્યારથી આ તારીખને ત્યાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે.

ઉત્તર કોરિયાઃ દક્ષિણ કોરિયાની જેમ ઉત્તર કોરિયાને પણ 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનથી આઝાદી મળી હતી, અહીં પણ 15 ઓગસ્ટનો દિવસ ઉજવવામાં આવે છે.

લિક્ટેંસ્ટાઇન: લિક્ટેંસ્ટાઇનને 15 ઑગસ્ટ 1866ના રોજ આઝાદી મળી હતી, આ દેશ પર જર્મનીનું શાસન હતું. 1940 થી, આ દેશ ફક્ત 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

બહેરીનઃ આ એક એવો દેશ છે જ્યાં 1960ના દાયકાથી બ્રિટિશ સેના બહાર આવવા લાગી હતી, પરંતુ આ દેશને 15 ઓગસ્ટ 1971ના રોજ આઝાદી મળી હતી. જોકે આ દેશ તેની રાષ્ટ્રીય રજા 16 ડિસેમ્બરે ઉજવે છે, કારણ કે આ દિવસે બહેરીનના શાસકને સિંહાસન મળ્યું હતું.

Scroll to Top