દેશમાં કોરોનાની બીજી લહેર બંધ થવા લાગી છે. પરિસ્થિતિને સુધરતી જોઈને રાજ્ય સરકારે ઓનલોક માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પાંચ રાજ્યોમાં 1 જૂનથી તબક્કાવાર રાહત આપવાની યોજના છે. જેમાં દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કેરળનો સમાવેશ થાય છે. જોકે, ચાર રાજ્યો સિવાય કેરળ વર્ચુઅલ મોડમાં ખુલશે. જણાવી દઈએ કે છત્તીસગઢમાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.
કેરળમાં સોમવારથી શાળા-કોલેજો ઓનલાઇન ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં ફળ, શાકભાજી અને કરિયાણાની દુકાન ખોલી શકાશે. જો કે, કોરોનાના વધતા જતા મામલાને જોતા કેટલાક રાજ્યોમાં લોકડાઉન ચાલુ રહેશે. લોકડાઉન મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, પશ્ચિમ બંગાળમાં લંબાવવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, આપણે હવે અનલોકની દિશામાં જવું પડશે, કોરોના કર્ફ્યુને ધીમે ધીમે દૂર કરવો પડશે. અને જિલ્લાનુંકટોકટી સંચાલન જૂથ બેસીને જિલ્લામાં શું કરવાનું છે તે નક્કી કરશે. અમે અહીંથી દીશાનીદૅશ મોકલીશુ. પણ અંતીમ નિણૅય કટોકટી સંચાલન જૂથ જ લેેેશે. જ્યાં 5% થી વધારે પોઝિટિવ છે. ત્યાં સંચાલન જૂથે ધ્યાન રાખીીને કામ કરવું પડશે કે, શું ખોલવું અને શું ન ખોલવું. તેમણે કહ્યું હતું કે કેટલીક એવી ચીજો ખોલવામાં આવશે નહીં છે જેમ કે, રાજકીય પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓ, રમતગમત, કાર્યક્રમો, મેળાઓ, તહેવારો આા બધાને મંજૂરી આપવામાં આવશે નહીં.
બંગાળમાં લોકડાઉન 15 જૂન સુધી લંબાવામાં આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં લોકડાઉન લંબાવામાં આવ્યું છે, ત્યારે કર્ણાટકમાં લોકડાઉન 7 જૂન સુધી ચાલુ રહેશે. જોકે, બિહાર, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં લોકડાઉન વધારવાની આશંકા છે.
શનિવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં, 1.75 લાખ નવા કેસ નોંધાયા છે, જે 45 દિવસમાં સૌથી ઓછી સંખ્યા છે, પરંતુ મૃત્યુઆંક ઘટ્યો નથી. છેલ્લા એક દિવસમાં 3500 લોકોનાં મોત થયાં. તે જ સમયે, કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાની બીજી લહેર જુલાઈમાં પતશે અને કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બરની આસપાસ આવશે.
દિલ્હીમાં કોરોનાની ગતિ ધીમી પડી છે. 24 કલાકમાં 956 નવા કેસ નોંધાયા છે. આ આંકડો બે મહિનામાં સૌથી નીચો છે. પરિસ્થિતિ સુધરતી જોઈને મુખ્યમંત્રી કેજરીવાલે ફળ, શાકભાજી અને કરિયાણાની દુકાન ખોલવાની કવાયત શરૂ કરી દીધી છે.