ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું એક આગવું મહત્વ છે, ત્યારે આજે જોઈએ કે લગ્ન પેહલા અમુક છોકરીઓના મનમાં સ્વાભાવિક સામાન્ય સવાલો ઉઠતા હોઈ છે, તો આવો જાણીએ એવા સવાલો વિશે…
શું આ લગ્ન મેં ઉતાવળમાં તો નથી કર્યા ને?
લગ્નની એક રાત પહેલા છોકરીઓ મોટાભાગે એવું વિચારતી હોય છે કે શું તેણે આ લગ્ન જલદી અથવા તો પછી ઉતાવળમાં તો નથી કર્યા ને? શું હું લગ્નની જવાબદારી સંભાળવાને લાયક તો છું ને? શું મારે લગ્ન માટે હજુ વધારે સમય માગવાની જરૂર હતી?
શું સાસરિયાં પક્ષ તરફથી પ્રેમ મળશે કે નહીં?
મોટાભાગની છોકરીઓ એવું વિચારતી હોય છે કે લગ્ન કરીને પતિના ઘરે ગયા પછી સાસરિયાંના લોકો તરફથી પ્રેમ મળશે કે નહીં? શું સાસરિયાંવાળા મને પ્રેમથી સ્વીકારશે? શું હું ત્યા વ્યવસ્થિતરીતે સેટ થઈ જઈશ?
લગ્ન પછી પતિનો સ્વાભવ કેવો રહેશે?
જે વ્યક્તિની સાથે આખું જીવન પસાર કરવાનું છે તેનો સ્વભાવ કેવો હશે તે પ્રશ્ન તમામ છોકરીઓના મનમાં લગ્ન પહેલાં જોવા મળે છે.શું તે પતિની વાતોને યોગ્યરીતે સમજી શકશે તે પણ છોકરીઓ વિચારતી હોય છે.
લગ્ન કરતી વખતે કેટલો ખર્ચો થયો થશે?
શું મારા લગ્નનો ખર્ચો મારા પિતા માટે બોજારૂપ તો નથી ને તેવું પણ છોકરીઓ લગ્નના એક દિવસ પહેલાં વિચારતી હોય છે. જરૂર કરતા વધારે ખર્ચો લગ્નમાં નથી થયો ને? તેવું પણ છોકરીઓ વિચારતી હોય છે.
પતિની સાથે પ્રથમ રાત્રે શું થશે?
છોકરીઓના મનમાં લગ્નની પ્રથમ રાત્રે શું થશે તે પ્રશ્ન પણ સતાવતો હોય છે, પતિની સાથે શું તે સહજ અનુભવ કરશે? પતિને ક્યાંક એવું તો નહીં લાગે ને કે તેનો પ્રેમ ઓછો છે?