સવારે ઉઠતા જ ભૂલથી પણ ન જોશો આ વસ્તુઓ, આખો દિવસ થઈ શકે છે ખરાબ

દિવસની વધુ સારી શરૂઆત માટે કેટલાક નિયમો બનાવવી જરૂરી હોય છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સફળતા અને ખુશી બની રહે છે. જયારે, આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિનું જીવન ચિંતાઓથી ઘેરાયેલું રહે છે. ચાલો જાણીએ પંડિત કમલ નંદલાલ પાસેથી વાસ્તુ મુજબ એવી કઈ વસ્તુઓ છે જે સવારે ઉઠ્યા પછી ન કરવી જોઈએ.

પંડિત કમલ નંદલાલ કહે છે કે વહેલી સવારે ઉર્જાનું સ્તર સૌથી વધુ હોય છે. સામાન્ય રીતે લોકો તેમના રોજિંદા નિત્યક્રમમાં ઘણી નાની નાની ભૂલો કરે છે, કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ આળસ લેવા લાગે છે. કેટલાક એવા પણ છે જેઓ સવારે ઉઠતાની સાથે જ પોતાનો ચહેરો અરીસામાં જોવોનું પસંદ કરે છે.

આ ઉપરાંત ઘણાં ઘરોમાં હિંસક પ્રાણીઓ અથવા જંગલી પ્રાણીઓનાં ચિત્રો લગાવેલ હોય છે, જેના પર સવારે ઉઠતાંની સાથે જ ઘરમાં રહેતાં લોકોની નજર તેના પર પડે છે. બાળકોને કાર્ટૂન વધારે પસંદ હોય છે. આ કારણોસર કેટલાક લોકો બાળકોના રૂમમાં વાંદરો અથવા ટોમ અને જેરી અથવા મિકી અને ડોનાલ્ડનું ચિત્ર લગાવી દે છે.

સામાન્ય રીતે કેટલાક લોકો તેમના પાળતુ પ્રાણીને તેમની સાથે સૂવાડી દે છે અને સવારે ઉઠતાની સાથે જ તેમના ચહેરાઓ જુએ છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધી ક્રિયાઓનો બાળકો અથવા તમારા જીવન પર શું અસર પડે છે? વાસ્તુ શાસ્ત્ર મુજબ આવા ઘણા કાર્યો છે જે સવારે ઉઠ્યા પછી ન કરવા જોઈએ. આવી ઘણી વસ્તુઓ છે જે વાસ્તુ અનુસાર સવારે જોવાની મનાઈ છે.

વાસ્તુ કહે છે કે સવારે ઉઠ્યા પછી વ્યક્તિએ પોતાનો કે બીજા કોઈનો પડછાયો જોવું જોઈએ નહીં. જો તમે સૂર્યના દર્શન માટે નીકળી ગયા અને તમારો પડછાયો પશ્ચિમ દિશામાં જોઈ લીધો, જ્યારે સૂર્ય પૂર્વથી ઉગ્યો છે. તો તેને વાસ્તુ અનુસાર રાહુની નિશાની કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, પશ્ચિમ તરફનો પડછાયો જોવો ખૂબ અશુભ માનવામાં આવે છે.

વહેલી સવારે ખાધેલા ધોયા વગરના વાસણો જોવા જોઈએ નહિ. તેથી વાસ્તુ મુજબ એવું કહેવામાં આવે છે કે રાત્રે બધા વાસણો સાફ કરીને જ રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર સવારે ઉઠ્યા પછી શૌચાલયનો કમોડ તરત ન જોવો જોઈએ. તેમાં રાહુનો વાસ હોય છે.

વાસ્તુ અનુસાર કહેવામાં આવે છે કે વહેલી સવારે ક્યારેય અરીસા તરફ જોવું જોઈએ નહિ. એવું કહેવામાં આવે છે કે સવારે અરીસામાં જોવાથી રાતની બધી નકારાત્મકતા અરીસામાં પ્રાપ્ત થાય છે. સવારે ઉઠતા જ જંગલી પ્રાણીઓનું ચિત્ર જોવું અશુભ માનવામાં આવે છે. આ સિવાય સવારે ઉઠતાંની સાથે જ તમારે તમારા પાલતુ પ્રાણીઓનો પણ ચહેરો જોવો જોઈએ નહીં.

વાસ્તુ અનુસાર સવારે ઉઠતાંની સાથે જ હથેળીઓના દર્શન કરો. હથેળીઓમાં ઘનશ્યામ, સરસ્વતી અને લક્ષ્મીનો વાસ હોય છે. હથેળીને જ કમળ કહેવામાં આવે છે. સવારે ઉઠતાંની સાથે જ સૌથી પહેલાં હથેળીઓના દર્શન કરો. હવે ભગવાનનું નામ લો અને હથેળીઓને ચહેરા પર ફેરવો. પછી તમારા દિવસની નવી શરૂઆત માટે પ્રાર્થના કરો. આ પછી પાણી પીવો અને સૂર્યના દર્શન કરો. જે લોકો સૂર્યોદય પહેલા ઉભા થાય છે તેઓ ચંદ્ર ના દર્શન કરી શકે છે.

Scroll to Top