વેલેન્ટાઇન ડે પર પ્રેમિકા સાથે કરવા હતા લગ્ન: ટીવી પર ક્રાઇમ શો જોઈને ભર્યું આવું પગલું

દિલ્હીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પુરુષ વેલેન્ટાઈન ડે પર તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો. જેના માટે તેને પૈસાની જરૂર હતી. આ માટે ટીવી પર ક્રાઈમ શો જોયા બાદ તેણે મોટી લૂંટ ચલાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી બે લાખથી વધુની રોકડ અને સોનાના દાગીના જપ્ત કર્યા છે.

હકીકતમાં, મોહમ્મદ ફહીમુદ્દીને દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી કે 18 જાન્યુઆરીએ તેની પત્ની ઘરે એકલી હતી. તે થોડીવાર માટે ઘરની બહાર ગઈ હતી અને જ્યારે તે પછી આવી ત્યારે ગેટનું તાળું ખુલ્લુ હતું સાથેસાથે કબાટમાંથી ₹300000 રોકડા, સોનાના દાગીના અને મોબાઈલ ફોન ગાયબ હતા.

ચોરી ની વારદાત માં શામેલ યુવક પકડાઈ ગયો: જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી તો ખબર પડી કે આ ઘટનામાં નજીકના વ્યક્તિનો જ હાથ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું, 200થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા. જે બાદ દિલ્હી પોલીસે એક બાતમીદારની મદદથી મોહમ્મદ ઝૈદ નામના 20 વર્ષના યુવકની ઓળખ કરી, જે ફારસ ખાના વિસ્તારનો રહેવાસી હતો.

આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે ખુલાસો કર્યો કે તેને માત્ર 8 હજારનો પગાર મળતો હતો. તેનું એક છોકરી સાથે અફેર હતું અને તે વેલેન્ટાઈન ડે પર તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. આ માટે તેને પૈસાની જરૂર હતી. આ માટે તે ક્રાઈમ ટીવી પ્રોગ્રામ સાવધાન ઈન્ડિયા પણ જોતો હતો અને યુટ્યુબ પર વિવિધ પ્રકારના ક્રાઈમના ટીવી શો જોયા બાદ તેને ઘરમાં ચોરી કરવાનો આઈડિયા આવ્યો હતો. જે બાદ તેણે બજારમાંથી અનેક ડઝન ચાવીઓ ખરીદી હતી અને ત્યારબાદ તેણે ફર્શ ખાના વિસ્તારમાં લાખોની ચોરીનો ગુનો આચર્યો હતો.

Scroll to Top