India

દેશમાં કોરોનાની ત્રીજી લહેર સુનામીમાં ફેરવાઈ, નવા કેસોની સંખ્યા એક લાખને પાર

દેશમાં ફરી એકવાર જીવલેણ કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક કેસ સામે આવવા લાગ્યા છે. કોરોનાની ત્રીજી લહેર હવે સુનામીમાં ફેરવાતી દેખાઈ રહી છે. ગઈકાલે દેશમાં કોરોનાના 91 હજાર નવા કેસ નોંધાયા હતા. આ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે આજે નવા કોરોના દર્દીઓની સંખ્યા એક લાખને પાર કરી શકે છે.

ત્રણ દિવસમાં કોરોના કેસમાં 243 ટકાનો વધારો
દેશમાં માત્ર ત્રણ દિવસમાં કોરોનાના કેસમાં 243 ટકાનો વધારો થયો છે. 4 જાન્યુઆરીએ એક જ દિવસમાં 37,379 કેસ નોંધાયા હતા. 5 જાન્યુઆરીએ 58,097 કેસ અને 6 જાન્યુઆરીએ છેલ્લા 24 કલાકમાં 90,928 નવા કેસ નોંધાયા હતા. એટલે કે માત્ર 3 દિવસમાં કોરોના કેસમાં 243%નો વધારો નોંધાયો છે.

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં ત્રીજી લહેર આવી ગઈ છે અને એવું પણ માનવામાં આવે છે કે દરરોજ આવતા કેસોની સંખ્યા અહીં અટકશે નહીં, પરંતુ અહીંથી વધુ આગળ વધશે. શું આપણા દેશનું આરોગ્ય તંત્ર આ નવા કેસો માટે તૈયાર છે?

એક દિવસમાં આવી શકે છે 14 લાખથી વધુ કેસ
હવે સવાલ એ છે કે ભારતમાં ત્રીજી લહેરની ટોચ પર એક દિવસમાં કેટલા કેસ આવશે? પહેલી લહેરમાં 17 સપ્ટેમ્બર 2020ના રોજ, ભારતમાં એક દિવસમાં 97,894 કેસ નોંધાયા હતા. આ પછી, ગયા વર્ષે 7 મેના રોજ, એક દિવસમાં સૌથી વધુ 4,14,188 કેસ આવ્યા હતા અને હવે એવું માનવામાં આવે છે કે ત્રીજી લહેરમાં એક દિવસમાં 14 લાખથી વધુ કેસ આવી શકે છે.

કોરોનાના નવા વેરિઅન્ટ, Omicron વિશે વાત કરીએ તો, દેશમાં Omicronના 2,630 કેસ નોંધાયા છે. જેમાંથી 995 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 797 કેસ છે, જ્યારે દિલ્હીમાં 465 કેસ નોંધાયા છે. ભારતમાં આ વેરિઅન્ટને કારણે અત્યાર સુધીમાં માત્ર એક જ મૃત્યુ થયું છે, પરંતુ ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેથી, હાલમાં ઓમિક્રોનને હળવાશથી લેવાની ભૂલ જરા પણ ન કરવી જોઈએ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker