બ્લડ કેન્સરથી પીડિત 3 વર્ષીય માસૂમ બાળકે આપી કોરોનાને માત

સમગ્ર વિશ્વ સહિત દેશમાં કોરોના વાયરસ ચિંતાનો મોટો વિષય બની રહ્યો છે. જે કોરોના મહામારીનો કહેર આખા દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં દરરોજ કોરોના સંક્રમણ લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અને તેના કારણે ઘણા લોકોએ તેમનો જીવ પણ ગુમાવ્યો છે. દેશના અલગ અલગ શહેરોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે તેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓને બેડ પણ ખાલી મળી રહ્યા નથી. આટલુ જ નહીં, પરંતુ કોરોના ના દર્દીઓ વધતાં ઓક્સિજનની પણ તંગી થઈ રહી છે.

કોરોના કાળમાં આવી ઘણી બધી વસ્તુઓ છે ઘણીવાર સાંભળવા મળી રહી છે જેને સાંભળીયા પછી ઘણું દુઃખ થાય છે. ઘણા હોસ્પિટલો એવા પણ છે, જેમની બેદરકારીના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. ભલે કોરોના મહામારીએ દેશભરમાં ઘણા લોકોને તેની ચપેટમાં લઇ લીધા હોય, પરંતુ મોટાભાગના લોકો કોરોનાથી સ્વસ્થ થઈને તેમના ઘરે પણ પરત ફરી રહ્યા છે.

જો કારોનાની બીજી લહેરની વચ્ચે, જ્યારે કોઈ કારોના સાથેની લડાઇમાં જીતી જાય છે, તો તેમની સાથે સાથે તેમના પરિવારજનો નો પણ ઉત્સાહ જોવાલાયક હોય છે. આજે અમે તમને વારાણસીના એક એવા કિસ્સા વિશે જણાવા જઈ રહ્યા છીએ, જ્યાં એક હોસ્પિટલમાં માત્ર દર્દીઓ અને તેમના પરિવાર જનો જ નહીં, પરંતુ ડોકટરો અને નર્સ પણ હોસ્પિટલમાં ખુશીથી નાચતા જોવા મળી રહ્યા છે. ત્યાં હાજર જે જે લોકોને આ દ્રશ્ય જોયા છે, તેમના મનમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. તમને જણાવી દઇએ કે એક નાનું બાળક કોરોનામાંથી સ્વસ્થ થતા ડૉક્ટર અને નર્સમાં આ ખુશી જોવા મળી છે.

જ્યારે કોરોના મહામારી ને આ સમયગાળામાં જો કોઈ બાળકને કોરોના થઇ જાય છે, તો તેમના માતાપિતા પર શું અસર થાય છે તે ફક્ત તે જ જાણી શકે છે. વારાણસીથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ફક્ત 3 વર્ષના એક નાના માસૂમ બાળકને કોરોના થઇ ગયો હતો અને સૌથી મોટી ચિંતાની વાત એ હતી કે બાળક કેન્સરનો દર્દી છે. આવી સ્થિતિમાં કેન્સરગ્રસ્ત આ બાળકને જયારે કોરોના થયો તો જોખમ ઘણું વધી ગયું હતું.

સમાચાર અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાળક બ્લડ કેન્સર સામે લડી રહ્યું છે. 7 દિવસ પહેલા વારાણસીની હોમી ભાભા કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ બાળક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેને જીવિત રહેવાની આશા ઘણી ઓછી હતી. આ બાળકની હાલત ખૂબ જ ખરાબ હતી, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, પરંતુ પરિસ્થિતિ ભલે ગમે તેટલી ગંભીર હોય, ડોકટરો તેમની ફરજ બજાવે છે અને તેઓ સારવાર કરે છે. કેન્સર હોસ્પિટલના ડોકટરોએ પણ પોતાનું કામ કર્યું અને બાળકની સારવાર ચાલુ રાખી.

ડોકટરોએ બાળકની સારવાર શરૂ કરી દીધી અને બાળકે પણ હિંમત હારી નહતી. ડૉક્ટરોએ 7 દિવસ સુધી સારવાર કરી, ત્યારબાદ ડોકટરો અને સ્ટાફની મહેનત રંગ લાવી અને આખરે બ્લડ કેન્સર જેવા ગંભીર રોગનો સામનો કરી રહેલા આ નિર્દોષ બાળક કોરોના સામેની લડાઇમાં જીત મેળવી. જ્યારે આ બાળકની કોરોના તપાસ કરવામાં આવી તો તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. આ દરમિયાન હોસ્પિટલમાં હાજર દરેક લોકો ખુશીથી નાચવા લાગ્યા હતા. સોશ્યિલ મીડિયા પર તેનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઇ શકાય છે કે ડોકટરો અને નર્સો ખુશીથી નાચી રહ્યા છે.

Scroll to Top