અદાણી પાવર શેર પ્રાઇસ એવા કેટલાક શેરોમાંનો એક છે, જેણે આ મુશ્કેલ સમયમાં શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ તેના રોકાણકારોને નિરાશ કર્યા નથી. આ વર્ષે અત્યાર સુધીમાં આ શેર NSEમાં 165% ઉછળ્યો છે. ત્યા જ છેલ્લા ચાર વર્ષમાં આ શેરે તેના રોકાણકારોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. આ સમયગાળા દરમિયાન અદાણી પાવરે તેના શેરધારકોને 1600% વળતર આપ્યું છે. છેલ્લા ચાર વર્ષની વાત કરીએ તો અદાણી પાવરના શેરનો ભાવ રૂ.16થી વધીને રૂ.270 થયો છે.
અદાણી પાવર શેર હિસ્ટ્રી
આ વર્ષે અદાણીના શેરની કિંમત 101 રૂપિયાથી વધીને 270 રૂપિયાના સ્તરે પહોંચી છે. ત્યા જ જો આપણે છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો અદાણી પાવરે રોકાણકારોને 170% વળતર આપ્યું છે. આ દરમિયાન અદાણી પાવરના શેરનો ભાવ રૂ.100થી રૂ.270ના સ્તરે પહોંચી ગયો છે. એ જ રીતે એક વર્ષ પહેલા આ સ્ટોકનો ભાવ રૂ. 108 હતો. ત્યારથી શેરમાં 135%નો ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ચાર વર્ષ પહેલા અદાણી પાવરના શેરની કિંમત 16 રૂપિયા હતી. જે હવે વધીને રૂ.270ના સ્તરે પહોંચી ગયો છે. એટલે કે 1600%નો ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ છેલ્લા એક મહિનો રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં શેરના ભાવમાં 20%નો ઘટાડો જોવા મળ્યો છે. શેરની કિંમત 340 રૂપિયાથી 270 રૂપિયાના સ્તરે આવી ગઈ છે.
રોકાણ પર વળતર શું છે?
જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે ઘટીને 80 હજાર રૂપિયા થઈ ગયું હોત. ત્યા જ જેમણે આ વર્ષની શરૂઆતમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હતું તેમને રૂ. 2.65 લાખનું વળતર મળ્યું હશે. જે રોકાણકારે 4 વર્ષ પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, તેનું વળતર આજે વધીને 17 લાખ રૂપિયા થઈ જશે.