ગુજરાતીઓ માટે હમણાં થોડા વર્ષોથી થાઈલેન્ડ હરવા-ફરવા માટે પ્રખ્યાત બન્યું છે..આમ તો ગુજરાતીઓ કરકસર કરવા વાળા કેહવાય પણ જ્યાં વાપરવા જેવા લાગે ત્યાં અઢળક વાપરે છે જેમાં કોઈકવાર ક્યાંય આપણે લૂંટાતા હોઈ એવું પણ થાય છે, મોટાભાગે વિદેશમાં , તો આજે થાઈલેન્ડ માં ખરીદી કરવા માટે બેસ્ટ જગ્યાઓ જોઈ લઈએ એક નઝરથી
ટૂરિસ્ટ અહીંથી ખરીદી કરી શકે છે.
હરવા-ફરવાની સાથે બેંકોક શોપિંગ માટે પણ ટુરિસ્ટ વચ્ચે ફેમસ છે ફેશનેબલ-સ્ટાઈલિશ વસ્તુઓની સાથે સૌથી સુંદર વસ્તુઓની ખરીદી કરવી હોય તો બેંકોકના આ માર્કેટની ચોક્કસ મુલાકાત લે જો. સૌથી અનોખી બાબત છે કે આ બજારો મોડી રાત સુધી ખુલ્લા રહે છે. આખો દિવસ આરામથી ફર્યા બાદ સાંજે બજારોમાં લટાર મારી શકો છો. આ માર્કેટમાંથી તમને સસ્તી અને સારી વસ્તુઓ મળી રહેશે.
ચાટૂચાક માર્કેટ
.
ચાટૂચાક વીકએંડ માર્કેટ બેંકોકના ઉત્તમ બજારો પૈકીનું એક છે. બેંકોક ફરવા આવ્યા હો તો થોડો સમય કાઢીને આ માર્કેટની મુલાકાત લેવી. આ દુનિયાના સૌથી મોટા વીકએંડ માર્કેટ પૈકીનું એક છે. 1 કિલોમીટરના એરિયામાં ફેલાયેલા આ માર્કેટમાં આશરે 15000 દુકાનો છે જ્યાં તમને જોઈતી દરેક વસ્તુ મળી રહેશે. ફેશનેબલ વસ્તુઓથી માંડીને ઘર સજાવટનો સામાન, કપડાં, બુક્સ વગેરે. અહીંની કોસ્મેટિકની દુકાનો પર તો ખૂબ ભીડ જામે છે. વીકએંડમાં અહીં લગભગ 2 લાખ લોકો આવે છે.
ક્યારે જશો?: આ વીકએંડ માર્કેટ હોવાથી શુક્રવારે સાંજે 6 વાગ્યાથી અડધી રાત સુધી ખુલ્લું રહે છે. આ દરમિયાન કેટલીક દુકાનો બંધ પણ હોય છે એટલે શનિવાર અને રવિવારે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી શોપિંગ કરવું બેસ્ટ રહેશે.
સેમપેંગ માર્કેટ.
બેંકોક ચાઈનાટાઉનના નામથી પ્રસિદ્ધ આ શહેરનો સૌથી ભીડભાડવાળો વિસ્તાર છે. અહીં માત્ર શોપિંગ જ નહીં બેંકોકના ટેસ્ટી સ્ટ્રીટ ફૂડની પણ મજા ઉઠાવી શકાય છે. ચારે બાજુ જ્વેલરી, કપડાં અને એક્સસેરીઝની દુકાનો આ જગ્યાની રોનક વધારે છે. વ્હોલસેલ માર્કેટ હોવાથી અહીં બજેટમાં તમે મનભરીને શોપિંગ કરી શકો છો.ક્યારે જશો?: આ માર્કેટ દરરોજ સવારે 9થી સાંજ 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
પ્રતુનામ માર્કેટ.
આ બેંકોકનું ઈન્ડોર માર્કેટ છે જ્યાંથી લેટેસ્ટ, ટ્રેંડી અને ફેશનેબલ ચપ્પલ, કપડાં, હેંડબેગ્સ, જ્વેલરી, સનગ્લાસિઝ ખરીદી શકો છો એ પણ તમારા બજેટમાં. માર્કેટ જાણિતા ટુરિસ્ટ એરિયામાં આવેલું હોવાથી અહીં લોકલની સાથે બહારથી આવતા પ્રવાસીઓને પણ ભીડ હોય છે. ક્યારે જશો?: રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અહીં શોપિંગ કરી શકાય છે.
બેંકોક ફાર્મર માર્કેટ.
બેંકોક ફાર્મર માર્કેટ માત્ર બજાર નથી અહીં થાઈલેન્ડના ઓર્ગેનિક ખેતી કરતાં ખેડૂતો સાથે મળીને કામ કરતાં જોવા મળે છે. આ ખેડૂતો હેલ્ધી લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપે છે. યોગની સાથે એજ્યુકેશન, ચેરિટી અને અન્ય લોકકલ્યાણના કાર્યો સાથે સંકળાયેલા છે. દર મહિનાના પહેલા અને ત્રીજા વીકએન્ડમાં ભરાતા આ બજારમાંથી ફ્રેશ અને હેલ્ધી ફ્રૂટ્સ, શાક અને અન્ય ખાદ્યપદાર્થો ખરીદી શકાય છે. આ સિવાય બ્યૂટી પ્રોડક્ટ્સ, કપડાં અને જ્વેલરી પણ મળે છે.ક્યારે જશો?: દર મહિનાના પહેલા અને ત્રીજા વીકએન્ડમાં ભરાતા આ માર્કેટમાં સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી શોપિંગ કરી શકાય છે.
ક્લોંગ ટોય ફ્રેશ માર્કેટ
.
આ બજાર કપડાં, ફૂટવેર અને એક્સેસરીઝ ઉપરાંત સી-ફૂડ માટે સૌથી વધુ ફેમસ છે. ક્યારે જશો?: દરરોજ સવારે 6 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી શોપિંગ કરી શકાય છે.