કાંકરિયા અટલ એક્સપ્રેસના પાટા બદલવાને લઈને લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા લેકફ્રન્ટમાં કાંકરીયામાં આવેલ મિની ટ્રેનની સફર માણવા લોકોનો જમાવડો જોવા મળે છે. નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ આ મીની ટ્રેનના પ્રવાસની મજા માણતા જોવા મળે છે. 12 વર્ષ અગાઉ આ અટલ એક્સપ્રેસ કાંકરીયામાં શરૂ કરાઈ હતી. અત્યારે દેશભરમાંથી લોકો અત્યારે કાંકરિયામાં ફરવા માટે આવી રહ્યા છે. ત્યારે અટલ એક્સપ્રેસના મેન્ટેનન્સના ભાગરૂપે ટ્રેનના પાટાઓ બદલવામાં આવી રહ્યા છે. આ અંગે ટેક્નિકલ ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે.

કાંકરીયામાં આવેલ મિની ટ્રેન (અટલ એક્સપ્રેસ) ના પાટા બદલાવાની યોજના કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. તેના માટે બહારથી લાવતા તેનો ખર્ચ 2 થી 3 કરોડ પહોંચી શકે છે જેના કારણે રેલ્વેથી ચેક કરીને અહિં જુના પાટાઓ નખાશે. જેના લીધે 50 લાખ સુધીમા પાટાઓ બદલવાનું કામ થઈ જશે. બંને મીની ટ્રોય ટ્રેનના પાટાઓ ભારત સરકાર પાસેથી ખરીદી કરાઈ છે. તેમ છતાં આ પાટાથી અકસ્માત થવાની ઓછી શક્યતા રહેલી છે, ટેક્નિકલ ટીમ દ્વારા સંપૂર્ણ ચેકીંગ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, અમદાવાદના કાંકરિયા ખાતે બે મીની ટોય ટ્રેનના પાટા બદલાશે. તેમ છતાં પાટા સેકન્ડ હેન્ડ નખાશે. સેકન્ડ હેન્ડ પાટાને લઈને અકસ્માત સર્જાવા પર રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેને નિવેદન આપતા કહ્યું છે કે, જૂના પાટાને લઇ તમામ ખાતરી કરી નિર્ણય લેવામાં આવ્યો છે. અને મેઇન્ટેનન્સના ભાગ રૂપે પાટા બદલવામાં આવી રહ્યા છે. જો નવા પાટા નાખીએ તો અઢીથી 3 કરોડ ખર્ચ થાય પણ રેલ્વેથી ચેક કરી અને ખાતરી કર્યા બાદ જુના પાટા નાખવાથી અઢી કરોડનું કામ 50 લાખમાં પૂર્ણ કરવામાં આવશે. અટલ એક્સપ્રેસ શરૂ થયાને 12 મહિના થયા છે ત્યારે ટ્રેનના પાટા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો