Health & BeautyLife Style

ઝડપી વજન ઉતારવા માટે અપનાવો આ સરળ નુસખા 7 દિવસ માં પેટ ની ચરબી ઓછી થઈ જશે

આપણે વધુ પડતુ વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે.

જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. નીચે આપેલા ઉપાયો કરવાથી આપનો વજન ઘટી શકે છે.

સલાડ ખાઓ

રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો.

ભોજન કર્યા બાદ 15 મિનિટ ટહેલવાની આદત રાખો

બપોરનું ભોજન હોય કે રાતનું પણ ખાધા બાદ 15 મિનિટ જરૂર ચાલો. ઘર કે ઓફિસની આસપાસ કોઈ પાર્ક હોય તો ત્યાં જાઓ નહીં તો કોઈ પણ જગ્યાએ જઈને ચાલો. ભોજન કર્યા બાદ તરત સૂવાનું, કે બેસીને કામ કરતા રહેવાથી વજન વધે છે, પેટ બહાર આવે છે.

ઓવરઈટિંગથી વધે છે વજન

ઓવર ઈટિંગ એટલે કે ભૂખ કરતા વધુ ભોજન કરવાથી પણ વજન વધે છે. ખાવાના ટેબલ પર બેઠા પછી જેટલી ભૂખ હોય તેટલું જ ખાઓ.

રોજ 3-4 લીટર પાણી પીઓ

વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી (3-4 લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે.

જંક ફૂડ ન ખાઓ

જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં બહારના ભોજનનું સેવન કર્યા કરે છે.

સવારે ઊઠીને ગરમ પાણી પીવો

સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે.

રોજેરોજ થોડી એક્સસાઈઝ જરૂર કરો

વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. એક્સસાઈઝથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો

જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે 

કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

મધ છે ફાયદાકારક – મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.

ગ્રીન ટી પણ મદદ કરશે

તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker