‘ખાવાનું ટેસ્ટી છે, મેં ખાઇ લીધું’…ખાવાનું પહોંચાડતા પહેલા ડિલિવરી મેને કર્યો મેસેજ

છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ટેક્નોલોજી લગભગ દરેક ક્ષેત્રમાં આવશ્યક ભાગ બની ગઈ છે. ફૂડની વાત કરીએ તો આજે પસંદગીની વસ્તુ એક જ ક્લિકમાં થોડીવારમાં ઘરે આવી જાય છે. પરંતુ કેટલીકવાર ટેક્નોલોજીના કારણે આપણને કેટલીક એવી બાબતોનો સામનો પણ કરવો પડે છે જેનો કોઈ અંદાજ પણ લગાવી શકતું નથી. ચાલો તમને આવી જ એક રસપ્રદ વાત વિશે જણાવીએ.

ટેકનોલોજીના વિકાસ સાથે જોખમો પણ વધી રહ્યા છે. જ્યારે ડિલિવરી બોયએ તેને કહ્યું કે તે ફૂડનો સ્વાદ ચાખી ચૂક્યો છે અને તે ડિલિવરી નહીં થાય ત્યારે એક યૂઝર્સ ચોંકી ગયો અને નારાજ થઈ ગયો. લિયામ બેગનાલે એક ડિલિવરી વ્યક્તિ સાથે તેની વાતચીતની વિગતો શેર કરી છે.

લિયામે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે જ્યારે ડિલિવરી એજન્ટે મેસેજ કર્યો અને માફી માંગી ત્યારે વાતચીત શરૂ થઈ. જ્યારે લિયામે પૂછ્યું કે શું થયું તો તેણે જવાબ આપ્યો કે અહીંનું ભોજન સ્વાદિષ્ટ છે. હું તેને ખાઉં પછી તમે ડિલિવરી કંપનીને જાણ કરી શકો છો. મને કોઈ પરવાહ નથી. સોશિયલ મીડિયા યુઝર્સ આ ચેટને લઈને ઘણો હોબાળો કરી રહ્યા છે. ઘણા ટ્વિટર યુઝર્સે ટ્વીટ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને તેના પર પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું કે મારી સાથે ઓછામાં ઓછું બે વાર આવું બન્યું છે.

Scroll to Top