કોરાનાના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો આ મહત્વનો નિર્ણય

રાજ્યમાં સતત કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસ છેલ્લા થોડા દિવસો 14 હજાર થી ઉપર આવી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી 29 એપ્રિલથી તા.7 મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકારે રોજગાર અને તાલીમ વિભાગ હસ્તકની તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એડ અને સ્વનિર્ભર ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની તમામ કામગીરી આવતી કાલ એટલે 29 એપ્રિલથી આગામી 7 મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અમે રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા જણાવાયુ છે.

જ્યારે આ 29 એપ્રિલ 2021 થી  મી મે સુધી આ નિર્ણયનો અમલ કરવાનો રહેશે. આ સિવાય આઠ દિવસના આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તમામ અધિકારી/કર્મચારીઓએ મોબાઇલ ફોન, ઇ મેઇલ અને વોટ્સએપ પર ઉપલબ્ધ રહી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે.

Scroll to Top