અડધી દુનિયાને મગફળી અને ચોખા ખવડાવે છે આ સરદાર, કહેવાય છે ‘મગફળી’નો રાજા

 દુનિયામાં સરદાર જ્યાં પણ જાય છે હંમેશા પોતાનો ઝંડો લહેરાવે છે, આવી જ એક સ્ટોરી આર્જેન્ટિનાના સિમરપાલ સિંહની છે. સિમરપાલ આર્જેન્ટિનાના પીનટ્સ કિંગ એટલેકે મગફળીના રાજા કહેવાય છે. તેમની સિંગાપોર મૂળની કંપની ઓલમ ઇન્ટરનેશનલ દુનિયાની બીજી સૌથી મોટી મગફળી એક્સપોર્ટ કંપની છે. હજારો હેકટર્સ ખેતરોના માલિક સિમરપાલ મગફળી, સોયા, મકાઈ અને ચોખાની ખેતી કરે છે અને આખી દુનિયામાં એક્સપોર્ટ કરે છે. અમૃતસરનો છોકરો કેવી રીતે પહોંચ્યો આર્જેન્ટિના અને ક્યારે બની ગયો મગફળીનો રાજા…

* ભારતથી આર્જેન્ટિના કેવી રીતે પહોંચ્યા?

– અમૃતસરના સિમરપાલે ગુરુનાનક દેવ યુનિવર્સીટીમાંથી કૃષિ વિષયમાં બીએસી ઓનર્સ કર્યું હતું, પછી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું
– આફ્રિકા, ઘાના, આઈવરી ફોરેસ્ટ અને મોઝામ્બિકમાં કામ કર્યા બાદ તેમનો પરિવાર 2005માં આર્જેન્ટિનામાં જઈને વસી ગયો

* શરૂઆત એકદમ આકરી હતી
– એક સાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં સિમરપાલે જણાવ્યું કે, આર્જેન્ટિનામાં મોટાપાયે ખેતી કરવાનું કામ જોખમ ભરેલું હતું
– તો પણ ભારે રકમ ચૂકવીને તેમણે 40 હેકટર જમીનમાં કેટલાયે પ્રકારની ખેતી કરી અને ખેતરો ખરીદી લીધા


– આજે તેઓ 20 હજાર હેકટર જમીનમાં મગફળીની ખેતી કરે છે, 10 હજાર હેકટર પર સોયા અને મકાઈ ઉગાડે છે
– 1700 હેકટર ખેતર ચોખાની ખેતી માટે ભાડેથી આપી રાખી છે
– સિમરપાલ ખેતરોમાં ઇન્ડિયન ટ્રેડિશનલ રીતથી નહીં, પણ મશીનો પાસેથી કામ લે છે

* 70 દેશોમાં ફેલાયેલો છે બિઝનેસ
– ઓલમ ઇન્ટરનેશનલનું હેડ ક્વાર્ટર સિંગાપોરમાં બનેલું છે
– કંપનીનો વાર્ષિક નફો 8 અરબ રૂપિયા છે, કંપની પાસે કૃષિ સાથે જોડાયેલા 47 કૃષિ ઉત્પાદનો છે
– 70 દેશોમાં તેમની કંપનીમાં 17000 જેટલા કર્મચારીઓ કામ કરે છે

* 200 કર્મચારીઓથી ચલાવે છે કંપની

– આર્જેન્ટિનામાં તેમની ઓફિસમાં 200 કર્મચારીઓ કામ કરે છે, જેમાં માત્ર બે જ ભારતીય છે

* કિંગ કહેવા પર શરમાય જાય છે સિમરપાલ 
– સિમરપાલે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયારે ને લોકો આર્જેન્ટિનાનો કિંગ કે પ્રિન્સ ગણાવે છે ત્યારે તેમને શરમ આવે છે
– તેમણે જણાવ્યું કે, ઘણા લોકો મારી પાઘડીના ફેન્સ છે, અહીંનાં લોકો વિચારે છે કે પાઘડી પહેરનાર અમીર અને શાહી પરિવારમાંથી છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here