IPS ,IAS, IFS, IRS બનવાનું સપનું જોનાર દરેક વ્યક્તિ પોતાનું લક્ષ્ય હાંસલ નથી કરી શકતો..
પણ જો અતૂટ મેહનત, લગન, અને ધ્યાનથી ભણવાનું રાખો તો તમે આ લક્ષ્ય પાર કરી શકો…આ વાત એક ખેડૂત ની દીકરીએ સાકાર કરી છે તો આજે એમની સફળતા વિશે વાત કરીશું…
ખેડૂતની દીકરીનો પરિશ્રમ અન્ય માટે બન્યો પ્રેરણા.
જીવનમાં સફળતા મેળવવા માટે કઠણ પરિશ્રમ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. આ સલાહ ઘણીવાર યુવાનોને આપવામાં આવતી હોય છે. આ રસ્તાને જે અનુસરે છે જીવનમાં જે જોઈતું હોય તે મેળવે છે. આવા લોકો પોતાના ધ્યેયને સતત ચોંટ્યા રહે છે અને સફળતા મેળવ્યા બાદ આવા લોકોનો પરિશ્રમ અન્ય માટે પ્રેરણા બની જાય છે. ઉત્તર પ્રદેશમાં એક ખેડૂતની દીકરી આવી જ રીતે લોકો માટે પેરણા બની છે. વર્ષ 2017માં લેવાયેલી સિવિલ સર્વિસની પરીક્ષામાં 127મો રેન્ક મેળવી ઈલમા અફરોઝ હવે IPS અધિકારી બનશે ..
14 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવેલા નાનકડા એવા કુંડર્કી ગામમાંથી આવેલી ઈલમાના પિતા તે 14 વર્ષની હત્યા ત્યારે જ મૃત્ય પામ્યા. પરંતુ તેની માતાએ હંમેશા બાળકોના સપના પૂરા થાય તેવા પ્રયાસો કર્યા. પોતાની માતાના સંઘર્ષ અને પોતાના અડગપણાના કારણે ઈલમાએ દેશ સેવા કરવાનું સપનું પૂરું કર્યું.
ઓક્સફર્ડ યુનિ.માં કર્યો અભ્યાસ.
અમારા સહયોગી ઈન્ડિયા ટાઈમ્સ સાથે આપેલા ઈન્ટરવ્યૂમાં ઈલમા પોતાના ઉછેરથી લઈને પરિવાર અને અભ્યાસ વિશેની બાબતો પર ખુલીને વાત કરી. ઈલમા હંમેશાથી જીવન સારી બાબતો કરવામાં મક્કમ રહી. પરિવારમાં મુશ્કેલી આવવા છતાં તેણે અભ્યાસ ચાલુ રાખ્યો. તે જણાવે છે, સ્કૂલના અભ્યાસ ખતમ થયા બાદ મેં દિલ્હીના સેન્ટ સ્ટેફન કોલેજ માટે એપ્લાય કર્યું. કોલેજમાં ફિલોસોફી વાંચવામાં મેં જે 3 વર્ષ પસાર કર્યા તે મારા જીવનના અત્યાર સુધીના શ્રેષ્ઠ દિવસો છે. આ બાદ હું ઉચ્ચ અભ્યાસ માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ગઈ. મેં સ્ટુડન્ટ એક્સચેન્જ હેઠળ પેરિસમાં પણ ગઈ.
કેવી રીતે થઈ દેશ સેવા કરવાની ઈચ્છા?
એક ખાસ કિસ્સો જણાવતા ઈલમા કહે છે, હું ન્યૂયોર્ક શહેરમાં હતી ત્યારે રોજ રૂમમાં બેસીને ઘરની યાદ આવતી. હું રૂમની બારીમાંથી નીચે ચાલતી પીળી ટેકસી જોયા કરતી. કોફીને કપ લઈને રોજ સવારે ચાલીને જતા સમયે મને સવાલ થતો કે શું અમ્મી માત મારી રાહ જોતા એકલા ગામમાં રહેશે? મારા અભ્યાસ પાછળ અત્યાર સુધી પરસેવાની ખર્ચ કરનારનું શું? મારું ઓક્સફર્ડનો અભ્યાસ હવે વિદેશનું સપનું બની રહ્યું છે? આથી મેં ઘરે પાછા આવવાનો નિર્ણય લીધો અને ભારતના સપના વિશે વિચાર્યું.
ફિલોસોફીના અભ્યાસે કરી મદદ.
અંડરગ્રેજ્યુએટ લેવલ પર ફિલોસોફીનો અભ્યાસ કરવાના નિર્ણયને પોતાનો બેસ્ટ નિર્ણય ગણાવતા ઈલમા કહે છે, કોલેજમાં એક શિક્ષક નાના ગ્રુપના 3થી 4 વિદ્યાર્થીઓને ફિલોસોફી ભણાવે છે કે ખૂબ
સારી બાબત છે. ઈલમા મુજબ સિવિલ સર્વિસ જોઈન કરવા માગતા વિદ્યાર્થી માટે આ કોર્સ ખૂબ જ મદદરૂપ છે. તે કહે છે, મેં દલિલને ધીરજથી સાંભળતા, ખાતરીપૂર્વક લખતા શીખ્યું. હું વાંચતા,ચર્ચા કરતા શીખી અને કોઈ નિર્ણયની અસર ગામમાં છેવાડે રહેલા વ્યક્તિ પર કેવી પડશે તે જાણ્યું.
પોતાની સફળતાનો શ્રેય કોને આપશે?
પોતાની સફળતાનો શ્રેય કોને આપશે આ વાત પૂછવા પર ઈલમા કહે છે ‘વતનની માટી’. ઈલમા કહે છે, ‘હું ખેડૂતની દીકરી છું, માટી મને આનંદ આપે છે. હું મારા પિતા સાથે ખેતરમાં બનાવાયેલી પગદંડી પર દોડીને મોટી થઈ છું. ભારત અને તેની માટી જ મારા હ્રદયના ધબકારા
છે.’