આજના જમાનામાં પ્રેમ એટલે થોડાક દિવસ માટે હરવા ફરવાનું અને ટાઇમપાસ કરવાનું સાધન એવું માનવામાં આવે છે ત્યારે અમદાવાદનો એક કિસ્સો સામે આવ્યો છે..જ્યાં ખરેખર આખી દુનિયા આ વ્યક્તિને કહી શકે કે “દોસ્ત પ્રેમ તો તારો જ”
તમે યોગ્ય વ્યક્તિ હોઈ અને તમારી લાઈફ પાર્ટનરને 2 પગ અકસ્માતમાં કાપવા પડે તો ? શું તમે લગ્ન કરશો ?ચાલો તમે 2 પગ કપાઈ ગયેલી વ્યક્તિ સાથે લગ્ન કરી લો, પણ 2 પગ અને એક હાથ કપાઇ ગયો હોય એવી છોકરી સાથે તમને કોઇ લગ્ન કરવાનું કહે તો?તમે ચોક્કસ એક વાર કહી દેશોકેઆવી જોડ લગ્ન કોણ કરે?
આનાથી આગળ વધીને એક વાત કરું, થોડાક વર્ષો અગાવ એક બોલિવૂડમાં શાહિદ કપૂરનું મુવી આવ્યું હતું જેમાં શાહિદ કપૂરની ફિયાનસી ને લગ્નના દિવસે જ એક દુર્ઘટનાં થાય છે, અને એમાં એ ગંભીર દઝાઈ જાય છે, ત્યારે કરોડપતિ ઘરનો છોકરો શાહિદ કપૂર એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય અને હોસ્પિટલમાં જ લગ્ન કરે છે, ત્યારે આવી જ એક રિયલ ઘટના આપણી સામે આવી છે, જેને ખરેખર તો આપણે સલામ કરવી પડે,, અને વાંચી ને શેર કરવી જ પડે
અમદાવાદની જબરદસ્ત લવ સ્ટોરી, ફિલ્મની કહાનીને પણ આપી રહી છે ટક્કર.હિંદી ફિલ્મ ‘વિવાહ’માં શાહિદ કપૂર પોતાની ફિયાન્સી સાથે અર્ધબળેલી હાલતમાં લગ્ન કરે છે અને સમાજમા ઉત્તમ ઉદાહરણ પાર પાડે છે. આવો જ એક અદ્ભુત કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જ્યાં યુવકે સગાઈના માત્ર 2 મહિના બાદ યુવતીને કરંટ લાગતા તેનો એક હાથ અને બે પગ કાપવા પડ્યા છે. પરંતુ તેનો ભાવી પતિ યુવતીને જીવનભરનો સાથ આપવા તૈયાર છે. સાંભળીને નવાઈ લાગી હશે, પરંતું રિયલ લાઈફની આ સ્ટોરી રિયલ લાઈફને પાછળ પાડી દે તો નવાઈ નહી.
આજના સમયમાં વચન, સંબંધ કે વિશ્વાસ તોડવો તે કોઈ મોટી વાત નથી. વર્ષો જુના સંબંધો માત્ર એક સામાન્ય કારણોસર લોકો તોડી દેતા હોય છે, તેવામાં સગાઈના દિવસે આપેલુ વચન નિભાવી રહ્યો છે. વાત જાણે એમ છે કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 18 વર્ષીય યુવતી હિરલ તનસુખભાઈ વડગામ માં છે. હિરલ પોતાના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે વિજળીનો વાયર તુટ્યો અને ઘર પર પડ્યો જેમાં હિરલને કરંટ લાગતા ગંભીર રીતે દાઝી હતી, જેથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે તેનો જમણો હાથ અને બન્ને પગ ઢીંચણ સુધીના કાપવા પડ્યા છે. અને આ બનાવથી જાણે હિરલના પરિવાર પર આફત આવી પડી છે.તમે જ વિચારો હરતી ફરતી દીકરી સાથે આવું થાય તો એમના માં બાપ કેમના શહન કરી શકે.એમની સ્થિતિ તમને શબ્દો માં નહિ સમજાવી શકું તેમને વધારે એક જ ચિંતા હતી કે મારી દીકરી નું હમણાં સગાઈ થઈ છે અને આ સુ થઈ ગયું.
હિરલને કરંટ લાગતા તેના હાથ-પગ કાપવા પડ્યા છે. પરંતુ હિરલ સાથે 28 માર્ચના રોજ સગાઈ થઈ છે. તેવામા પરિવારને શંકા હતી કે યુવક હિરલને છોડી દેશે, પરંતુ ચિરાગ ગજ્જર હિરલનો આજીવન સાથ આપવા કટીબદ્ધ બન્યો છે. જ્યારથી ચિરાગે હિરલ સાથે થયેલા બનાવની વાત સાંભળી છે, ત્યારથી તે એક મીનીટ માટે પણ તેનાથી દૂર નથી થયો. ઉપરાંત તેણે ચિરાગ હિરલને આજ પરિસ્થિતીમાં સ્વિકારવા તૈયાર થયો છે. ઉપરાંત ચિરાગના માતા-પિતા પણ હિરલનો સ્વિકાર કરવા તૈયાર છે. અને તમામ પરિવાર છેલ્લા એક મહિનાથી હિરલની ખડેપગે સેવા કરી રહ્યો છે.વાહ ભાઈ તમારી આ કામગીરી ના લીધે અત્યારે સોશિયલ મીડિયા માં એમના ખૂબ વખાણ થઈ રહ્યા છે.ખરેખર પ્રેમ સંબધ જુવો. અત્યાર ની સાસુ અને સસરા ને પણ બિરદાવવા જોઈએ ખરેખર અત્યાર ના આ યુગ માં જો બીજો કોઈ હોય તો એના મમ્મી પપ્પા જ લગ્ન કરવા ની ના પાડી દે. પણ આ દીકરા ના માતા પિતા ખડે પગે સેવા કરે છે.
સામાન્ય કારણોમાં સંબંધો તોડનારા લોકો માટે આ કિસ્સો ખરેખર પ્રેરણા રૂપ છે. માત્ર 2 મહિનાનો હિરલ સાથેનો પરિચય અને તેમાં પણ એક મહિનો તો સારવાર માટે સાથે રહેનાર ચિરાગ આજીવન સાથ આપવાનુ વચન આપ્યુ છે. ત્યારે ખરેખર કળીયુગની આ અનોખી લવ સ્ટોરી ખરેખર ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે.
આ સ્ટોરી પર થી લાગ્યું ખરેખર ભલા માણસો દુનિયા માં જીવિત છે. આ કડયુગ માં કેટલાય આવા લોકો છે.અમુક અપવાદ ના લીધે ભલે પ્રેમ સબંધ બદનામ થયો છે.પણ આ ભાઈ નું કાર્ય તમે કોમેન્ટ કરી ને જરૂર બિરડાવજો અને બીજા ને પ્રેરણા મળે એટલે શેર જરૂર કરજો.ધન્ય છે તારી જનેતા ને