હોલિવૂડથી લઈને બોલિવૂડની ફિલ્મોમાં ચોરી અને લૂંટની સેંકડો પદ્ધતિઓ બતાવવામાં આવી છે. આમાં વેશપલટોથી લઈને ટેક્નોલોજીનો અદ્ભુત ઉપયોગ કરવામાં આવ્યો છે. હૃતિક રોશનની ‘ધૂમ 2’ યાદ કરો, જેમાં તેનું પાત્ર મૃદ્ધ મહિલાના વેશમાં ચોરી કરે છે. ક્યારેક તે સ્ત્રીનું રૂપ ધારણ કરે છે, તો ક્યારેક તે ખૂબ વૃદ્ધ થઈ જાય છે. અમેરિકાથી વેશમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ વૃદ્ધ મહિલાના વેશમાં બેંક લૂંટી હતી. હવે પોલીસે શંકાસ્પદની તસવીરો શેર કરી છે, જેમાં તે વૃદ્ધ મહિલા તરીકે જોવા મળી રહી છે. આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વ્યક્તિની ઊંચાઈ 6 ફૂટ હતી
આ ઘટના અમેરિકાના જ્યોર્જિયાની છે. વૃદ્ધ મહિલાના વેશમાં આવેલા એક વ્યક્તિએ બેંક લૂંટી લીધા બાદ પોલીસે કેટલીક તસવીરો જાહેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ‘સંદિગ્ધ વ્યક્તિએ પૈસાની માંગણી કરી અને બેંકરને નોટ બતાવી કે તેની પાસે બંદૂક છે. શંકાસ્પદ વ્યક્તિ 6 ફૂટ લાંબો કાળો પુરુષ હોવાનું કહેવાય છે. શંકાસ્પદ વ્યક્તિએ ફ્લોરલ ડ્રેસ, સફેદ સ્નીકર્સ, નારંગી મોજા, સફેદ વિગ અને કાળો માસ્ક અથવા ગેઇટર પહેર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
આ તમામ તસવીરો 19 જુલાઈના રોજ મેકડોનફ પોલીસ ડિપાર્ટમેન્ટના ફેસબુક પેજ પરથી શેર કરવામાં આવી હતી. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે મેકડોનફના 323 જોન્સબોરો રોડ પર સ્થિત ‘ચેઝ બેંક’ 18 જુલાઈ 2022ના રોજ લૂંટાઈ હતી. શંકાસ્પદ વ્યક્તિ બેંકમાં ગયો અને કાગળ બતાવીને પૈસાની માંગણી કરી. તે કાગળ પર લખેલું હતું કે તેની પાસે બંદૂક છે. પૈસા મળ્યા બાદ તે પોતાની સફેદ એસયુવી કારમાં ભાગી ગયો હતો. આ પોસ્ટને અત્યાર સુધીમાં 1.5 હજાર શેર અને 400 થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.