આ મુસ્લીમ પરિવાર વર્ષોથી બનાવે છે રાવણનું પૂતળું. જાણો ગજબ ની કોમી એકતા.

ભારત માં દેશેરા નો તહેવાર ખુબજ ધૂમધામ ઉજવાઈ છે.ઘણી જગ્યાએ મહુબજ ઉંચી ગગનચુંબી રાવણની પ્રતિમા ,પૂતળું બનાવવા માં આવે છે.આજે આપણે એક એવા પરી વાર વિશે જણીશું જેઓ રાવણ બનાવે છે.દશેરાના દિવસે સુરત ખાતે મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા રાવણના પૂતળાનું દહન કરાશે. ઉત્તર પ્રદેશથી મુસ્લિમ પરિવાર સુરતના VIP રોડ પર 65 ફુટ સહિત 50 ફૂટના બે મળી ત્રણ રાવણના પૂતળા બનાવ્યા છે. જે પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.છેલ્લા દોઢ માસથી સુરત ખાતે મથુરાથી મુસ્લિમ પરિવાર આવ્યો છે. મુસ્લિમ પરિવાર દશેરા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ તૈયારી છે વિશાલકાય રાવણ બનાવવાની.

કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામ રાવણના પૂતળાનું દહન કરશે અને ફરીથી સંદેશ આપશે કે અસત્ય પર સત્યની વિજય થાય છે.ભગવાન રામ રાવણના પૂતળાનું દહન કરી શકે આ માટે મુસ્લિમ પરિવાર ખૂબ જ બારીકાઈથી રાવણના પૂતળા બનાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુસ્લિમ પરિવાર સુરતમાં આયોજિત આદર્શ રામલીલા ટ્રસ્ટના આયોજન માટે છેલ્લા 35 વર્ષથી સુરત આવે છે અને અહીં ખાસ રાવણના પૂતળા બનાવે છે. આ મુસ્લિમ પરિવારનું કહેવું છે કે જે રીતે હિન્દુઓ માટે આ પર્વ ખાસ હોય છે તેવી જ રીતે તેઓની માટે પણ આ પર્વ ખાસ છે.

કારણ કે ભગવાન રામ રાવણનો વધ કરે છે અને તે રાવણ ને તેઓ પોતે તૈયાર કરતા હોય છે.સુરતમાં ત્રણ સ્થળે મોટાપાયે રાવણ દહનનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવે છે. આ ત્રણે ઉપર જે વિશાળકાય રાવણનું પૂતળુ બનાવવામાં આવે છે.તે આ જ મુસ્લિમ પરિવાર બનાવે છે. દશેરાના દિવસે શહેરમાં આ મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર 65 ફૂટ અને 50 ફૂટના બે ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામા આવશે.જ્યા રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જો કે રાવણનું પૂતળું તૈયાર કરનાર 12 મુસ્લિમ અને 1 હિંદુ યુવકો છે.

મોહમદ ખુરેશીએ જણાવ્યું હતું કે હિન્દૂ મુસ્લિમ વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી દશેરા અગાઉ રાવણના પૂતળા બનાવવાની તૈયારી કરે છે.તેમનો આ ઉમદા પ્રયાસ સમાજ માટે પણ એક ભાઈચારાનો સંદેશ પાઠવી રહ્યો છે.આ મુસ્લિમ પરિવારના સૌથી વરિષ્ઠ સભ્ય હાજી બાબા પણ ભગવાન રામમાં આસ્થા રાખે છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષથી રાવણના પૂતળા માં જે આતીશબાજીની સામગ્રી હોય છે તે પોતે તૈયાર કરે છે.તેઓએ જણાવ્યું હતું કે ભગવાન રામ રાવણનું દહન કરે છે અને આ રાવણ તેઓના પરિવાર દ્વારા બનાવવામાં આવે છે.તેઓને આ આકામ કરવું ખૂબ ગમે છેઅને માટેજ તેઓ વર્ષોથી આ કામ કરે છે.

આ મુસ્લિમ વ્યક્તિ એ જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે તેમની આવનાર પેઢી પણ એવી જ રીતે રાવણ બનાવતા રહે અને ભગવાન રામ આવા રાવણોનો દહન કરતા રહે એવી ઈચ્છા તેઓએ જણાવી હતી.રાવણનું પૂતળું બનાવવા પાછળ કાગળની લાઈ,વાંસ,સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ સાથે આતશબાજી માટે સુતરી બૉમ્બ, કોઠી સહિત આતશબાજી ફટાકડા પૂતળામાં ફિટ કરવામાં આવશે.અને બને એટલો ભરાવદાર રાવણ બનાવવા માં આવે છે.

આ મુસ્લિમ વ્યક્તિ ના મનમાં જરાપણ વાતનું કાઈ ચિંતા નથી કે હિંદુ ધર્મનું કામ કરતા મુસ્લિમ લોકો શુ કહેશે.પોતાનો મઝહબ હિન્દૂ મુસ્લિમ વચ્ચે ભેદભાવ રાખવો તે યોગ્ય નથી માનવામાં આવતું.જેથી કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી આ રાવણના પૂતળા તૈયાર કરતા આવ્યા છે.અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે.આઆ સમગ્ર કાર્યક્રમ માં એક મુશલીમ વ્યક્તિજ રાવણ બનાવે છે. આપના દેશ માં હરેક કોમ એક બીજા સાથે ભળી ને રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top