ભાવનગરમાં આ પશુપાલકે શરૂ કર્યો ગીર ગાયના દૂધનો ધંધો, આજે મહિને કરે છે આટલા રૂપિયાની કમાણી

આજે અમે તમને ભાવનગરના એક એવા પ્રગતિશીલ પશુપાલકની વાત કરવા જઈ રહ્યા છીએ જે ગીર ગાયના દૂધથી મહિનાના 90000 રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ બાબત કઈંક આ પ્રકાર છે જેમાં રામપરા ગામના રહેવાસી અર્જુનભાઇ ચોપડા ગીર ગાયના વ્યવસાયથી સંકળાયેલા છે અને તેમને 10 જેટલી ગીર ગાય રાખેલી છે. અર્જુનભાઇ પાસેથી જાણવા મળ્યું છે કે, તેઓ આ વ્યવસાય સાથે છેલ્લા 2 વર્ષથી સંકળાયેલા છે.

તેની સાથે તેમને વધુમાં અર્જુનભાઇએ જણાવ્યું છે કે, ગીર ગાય બીજા દૂધ આપનાર પશુની સરખામણીએ ઘણું વધુ મહત્વ રાખે છે. ગીર ગાય બીજી ગાય કરતા વધુ દૂધનું ઉત્પાદન કરે છે. જ્યારે ગીર ગાય સવારે 40 લીટર અને સાંજના 40 લીટર દૂધ ઉત્પાદન કરાય છે. તેની સાથે તેમણે એ પણ જણાવ્યું કે, તેમના દીકરાની તબિયત બગડતા અને દવા શરૂ રાખવી પડતી પરંતુ એક ડોકટર દ્વારા કહેવામાં આવ્યું કે તમે ગાયનું દૂધ ખવડાવવાનું શરૂ કરી નાખો અને ત્યાર બાદ અર્જુનભાઇ દ્વારા આ પ્રયોગ કરવાથી 100% પરિણામ પ્રાપ્ત થયું છે.

દૂધનો ઉપયોગ વિશે જણાવી દઈએ કે, ગીર ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું હોવાના કારણે તેમનું દૂધ તેમની જ શાળામાં હોસ્ટેલના બાળકોને રોજ અપાઈ છે. જેના કારણે બાળકો કદાચ ઘરે ગાયનું દૂધ ના ખાઈ શકે પરંતુ હોસ્ટેલમાં જરૂર ખાઈ શકે છે.

તેની સાથે અર્જુનભાઇ દૂધ આપવાની સાયકલ વિશે કહે છે કે, ગીર ગાયની દૂધ આપવાની સાયકલ 7-8 મહિના સુધી ચાલે છે અને દેશી ગાયની 4-5 મહિના સુધી ચાલે છે એટલે કે દૂધ આપવાની સરખામણીએ પણ ગીર ગાય વધુ ઉપયોગી હોય છે.

ગીર ગાય તરફ લોકોને પ્રેરિત કરવા માટે અર્જુનભાઇએ કહ્યું હતું કે અત્યારે જે પશુપાલન કરે છે તેઓએ તો ફરજિયાત ઓછામાં ઓછી એક ગીર ગાય રાખવી જ જોઈએ. કેમકે અત્યારે આ ગાય ખૂબ ઓછા લોકો રાખી રહ્યા છે. ગીર ગાયનું દૂધ પણ ગુણવત્તા વાળું અને ગાય દોહવામાં પણ શાંત સ્વભાવની જોવા મળે છે. અત્યારે હાલ ઘણા લોકો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યા છે અને તે લોકો ગૌમૂત્રનો છંટકાવ ખેતીમાં પણ કરે છે

Scroll to Top