ઈન્ડિયન આર્મીના જવાનનો ફોટો વાયરલ, જોઈને તમે પણ કરશો સલામ

દિલ જીતવા અને દુશ્મનો પર જીત મેળવવાની બાબતમાં ભારતીય સેનાની સામે હર કોઇ નિષ્ફળ જાય છે. સોશિયલ મીડિયા પર દરરોજ આવી પોસ્ટ આવતી રહે છે, જેમાં જોવા મળે છે કે આર્મીના જવાનો આકરા શિયાળામાં કેવી રીતે વર્કઆઉટ કરે છે તો ક્યાંક બરફવાળા વિસ્તારમાં ડ્યુટી કરી રહ્યા છે. આ તસવીરો અને વીડિયો જોઈને આપણે ભાવુક થઈ જઈએ છીએ અને સાથે જ આપણને પ્રોત્સાહન પણ મળે છે. સેનાના અધિકારીઓની કેટલીક તસવીરો આપણને ભાવુક પણ કરી દે છે. અને હવે વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો જોઈને તમે પણ ભારતીય સેનાના જવાનોને સલામ કરશો.

કોણે તસવીર શેર કરી છે

આ ફોટો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર શેર કર્યો છે. કેપ્શન છે, ‘જ્યારે લાગણીઓ અને ફરજો એકસાથે જાય છે. ભારતીય સેનાને સલામ. આ તસવીરમાં જોઈ શકાય છે કે એક ઓફિસર એક નાના બાળકને ખોળામાં બેસાડી રહ્યા છે. તે તેમને ખવડાવી રહ્યા છે. આ વાયરલ તસવીર એમ્બ્યુલન્સની પાછળની છે, જેમાં આર્મી ઓફિસર બાળકને પોતાના હાથમાં પકડીને બેઠા છે. તેમની સાથે અન્ય એક અધિકારી કપડા લઈને ઉભા છે.

આ હ્રદય સ્પર્શી તસવીર જોઈને લોકોએ આ જવાનના માનમાં માથું ઝુકાવ્યું હતું. એક યુઝરે લખ્યું કે તેમને ભારતીય સૈનિકો પર ગર્વ છે. સાથે જ એક અન્ય યુઝરે લખ્યું કે આ ફોટોએ તેમનું દિલ જીતી લીધું છે. અન્ય એક યુઝરે લખ્યું છે, ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, આપણા દેશના રખેવાળને સલામ.’ આ ફોટો વિશે તમારું શું કહેવું છે?

Scroll to Top